નવી દિલ્હી: લોકપ્રિય મેસેજિંગ એપ, વોટ્સએપ (WhatsApp) સમયાંતરે ઘણા નવા અપડેટ્સ જાહેર કરતું રહે છે, જેથી યૂઝર્સને ઘણી રસપ્રદ સુવિધાઓ મળતી રહે છે. રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ (WhatsApp) પર ટૂંક સમયમાં બે નવા ફીચર્સ આવવાના છે. એક ફીચર વોટ્સએપના ગ્રુપ ચેટ્સ સાથે સંબંધિત છે અને બીજું ફીચર વોટ્સએપના કેમેરાને લઇને આવ્યું છે. ગ્રુપ એડમિન્સને એક ખાસ ફીચર આપવામાં આવી રહ્યું છે જે તેમને બાકીના ગ્રુપ યુઝર્સ કરતા વધુ પાવર આપશે. ચાલો જાણીએ વોટ્સએપ (WhatsApp) ના આ નવા અપડેટ્સ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ પર આવશે નવા ફીચર્સ
WABetaInfo ના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ (WhatsApp) એ બે નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. એક ફીચર વોટ્સએપ (WhatsApp) ના કેમેરાને લઇને છે, જેમાં તેનું ઈન્ટરફેસ બદલવામાં આવ્યું છે અને બીજું ફીચર એપના ગ્રુપ ચેટ્સ વિશે છે. આ નવા ફીચર સાથે, ગ્રુપ ચેટના એડમિન્સને એક ખાસ પાવર આપવામાં આવશે જેથી તેઓ કોઈપણના મેસેજ ડિલીટ કરી શકશે. ચાલો આ ફીચર્સ વિશે વિગતવાર જાણીએ.

Video: દુલ્હને પોતાના લગ્નમાં કર્યો અશ્લીલ ડાન્સ, જોઇને સંબંધીઓના ઉડી ગયા હોશ!


ગ્રુપ એડમિન્સને મળશે સુપરપાવર
તમે વોટ્સએપ (WhatsApp) પર ગ્રુપ ચેટમાં પણ વાત કરી શકો છો અને ગ્રુપ બનાવનાર એટલે કે ગ્રુપ એડમિનને ઘણા બધા સુપરપાવર્સ મળે છે, એટલે કે, તેમને ઘણા બધા એવા ફીચર્સ મળે છે જે ગ્રુપના બાકીના સભ્યો પાસે હોતા નથી. હવે ગ્રુપ એડમિન્સને એક નવો પાવર પણ આપવામાં આવી રહ્યો છે, જેથી તેઓ દરેક માટે ગ્રુપમાં આવતા કોઈપણ મેસેજને ડિલીટ કરી શકે. તમને જણાવી દઈએ કે વોટ્સએપનું આ નવું ફીચર એપના 'ડીલીટ ફોર એવરીવન' ફીચરનું એક્સટેન્શન છે, જેમાં ગ્રુપ એડમિન ઈચ્છે તો ગ્રુપના કોઈપણ મેમ્બરના મેસેજને દરેક માટે ડિલીટ કરી શકે છે.

Whatsapp પર મેસેજ કરી મિત્રને ઘરે બોલાવ્યો, પત્નીનો રેપ કરાવી હસતો રહ્યો પતિ


વોટ્સએપ પર ગ્રુપ એડમિન્સને આપવામાં આવેલા ખાસ ફીચર્સમાં આ બધુ સામેલ છે. આગળ જતાં, જો કોઈને તે ગ્રુપમાં એડ થવું હોય, તો તે ફક્ત ગ્રુપ એડમિન જ કરી શકે છે. ગ્રુપ એડમિન લોકોને ગ્રુપમાંથી કાઢી શકે છે અને ગ્રુપના સેટિંગને એવી રીતે સેટ કરી શકે છે કે માત્ર એડમિન જ ગ્રુપમાં મેસેજ મોકલી શકે.


વોટ્સએપના કેમેરામાં થયા આ ફેરફારો
તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર, વોટ્સએપ (WhatsApp) ના ઇન-એપ કેમેરાનું ઈન્ટરફેસ પણ બદલાવા જઈ રહ્યું છે. આ નવા અપડેટ પછી ફોનના કેમેરામાં ફ્લેશ બટનની જગ્યા બદલાઈ જશે અને તે ડાબા ખૂણેથી હટાવી ઉપર જમણી તરફ જશે. સાથે જ, ગેલેરીમાંથી ફોટા ઉમેરવા માટેના આઇકોનની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવશે.

ટીચરે કહ્યું- 'બોયફ્રેંડ બની શકું? લગ્ન કરીશ...' વિદ્યાર્થીનીને મોકલ્યા અશ્લીલ મેસેજ


તમને જણાવી દઈએ કે અત્યારે આ અપડેટ્સ બીટા વર્ઝન માટે રિલીઝ કરવામાં આવશે અને અન્ય તમામ યુઝર્સ માટે ક્યારે આવશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube