COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Whatsapp બહુ પ્રખ્યાત મેસેજિંગ એપ્લિકેશન છે. આ એપ આપણા ચેટ્સને ઘણું સરળ બનાવી આપે છે. અહીં મોટા ભાગે એવા લોકોને મેસેજ કરીએ છીએ જેનો નંબર આપણે ફોનમાં સેવ કર્યો છે. જો કે ઘણીવાર કોઈ અજાણી વ્યક્તિને પણ મેસેજ કરવાની જરૂર પડે છે. તેવામાં આપણે મેસેજ કરનારના નંબર સેવ કરવા પડે છે.


બાદમાં કામ થઈ ગયા બાદ તમારે નંબર ડિલીટ કરવો પડે છે. ક્યારેક જો તે વ્યક્તિનો નંબર સેવ રહી ગયો તો તે તમારા સ્ટેટસ અને પ્રોફાઈલ પણ નિહાળી શકે છે. તેવામાં અમે તમને આજે જણાવીશું કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિના નંબર સેવ કર્યા વગર વ્હોટ્સેપમાં મેસેજ કેવી રીતે મોકલી શકાય.


વ્હોટ્સેપ પર કોઈ પણ વ્યક્તિના નંબર સેવ કર્યા વગર મેસેજ કરવાની આ રીત એન્ડ્રોઈડ અને iOS એમ બંનેમાં ચાલે છે. આના માચે તમારે માત્ર પોતાના ફોનમાં બ્રાઉઝર ઓપન કરવું પડશે. ત્યારબાદ તમારે URLમાં http://wa.me/xxxxxxxxxx ટાઈપ કરવું પડશે.


Xxxxxxxxxxની જગ્યાએ તમારે ફોન નંબર કંટ્રી કોડ સાથે આપવો પડશે. જેમ કે તમારે કોઈ ભારતના કોઈ વ્યક્તિને મેસેજ કરવો છે તો તમારે 91 બાદ તેનો મોબાઈલ નંબર આપવો પડશે. માની લો કે કોઈ પણ મોબાઈલ નંબર 9876543210 છે તો તમારે http://wa.me/919876543210 ટાઈપ કરવું પડશે.


ત્યારબાદ તમારે એન્ટર પર ક્લિક કરવું પડશે. તે પછી તમારી સામે એક પેજ ઓપન થશે. અહીં તમે જે નંબર આપ્યો હતો તેને મેસેજ મોકલવાનું ઓપશન મળશે. તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ વ્હોટ્સેપ ઓપન થશે. અને તેમાં અજાણ્યા નંબરનું ચેટબોક્સ ઓપન થઈ જશે. ત્યારબાદ તમે આસાનીથી તે વ્યક્તિને મેસેજ કરી શક્શો