નવી દિલ્હીઃ WhatsApp Privacy Policy: આ વર્ષની શરૂઆતથી WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસી ચર્ચામાં બનેલી છે. આ પોલિસી 8 ફેબ્રુઆરીએ લાગૂ થવાની હતી, પરંતુ તેને ટાળીને 15 મે કરી દેવામાં આવી છે. એટલે કે હવે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસી 15 મે 2021થી લાગૂ થઈ જશે. તે માટે કંપનીએ પોતાના યૂઝર્સને નોટિફિકેશન આપવાનું પણ શરૂ કરી દીધું છે, જેનો તમારે સ્વીકાર કરવો પડશે. જો તમે સ્વીકાર નહીં કરો તો તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે. આવો આ વિશે વિસ્તારથી જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 મેથી લાગૂ થશે નવી પ્રાઇવેસી પોલિસી
WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસીને 15 મેથી લાગૂ કરવામાં આવશે. આ સાથે કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ WhatsApp યૂઝર આ પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેનું એકાઉન્ટ બંધ થઈ જશે એટલે કે તે એકાઉન્ટર પર કોઈ મેસેજ આવશે અથવા મેસેજ મોકલી શકાશે. આ વખતે કંપની પોલિસી ટાળવાના મૂડમાં નથી. 


આ પણ વાંચોઃ WhatsApp માં Photo Sticker ની મચી છે ધૂમ, જાણી લો કઈ રીતે બને છે ફોટો સ્ટીકર


આ કામ નહીં કરો તો બંધ થશે એકાઉન્ટ
જો યૂઝર્સ નવી પોલિસીનો એક્સેપ્ટ નહીં કરે તો તેનું એકાઉન્ટ 120 દિવસની અંદર બંધ થઈ જશે. એટલે કે કંપનીની નવી શરતોનો સ્વીકાર નહીં કરનારા યૂઝર્સ 120 દિવસ બાદ પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહીં. નવી પોલિસીને લઈને કંપની યૂઝર્સને નોટિફિકેશન આપી રહી છે. 


કંપની દૂર કરી રહી છે લોકોના કન્ફ્યૂઝન
WhatsApp પોતાના યૂઝર્સને નવી પ્રાઇવેસી પોલિસી અપનાવવા માટે નોટિફિકેશન મોકલી રહી છે. એટલું જ નહીં પોલિસીને લઈને લોકોના મનમાં ઉઠી રહેલા કન્ફ્યૂઝનને દૂર કરવાનો પ્રયાસ પણ કંપની દ્વારા કરવામાં નઆવી રહ્યો છે. આ પહેલા કંપનીએ પોતાના યૂઝર્સને સ્ટેટસના માધ્યમથી લોકોને જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે પ્રાઇવેસિ પોલિસી સંપૂર્ણ રીતે સિક્યોર છે અને તેનો ડેટા સુરક્ષિત રહેશે. કંપનીએ બ્લોગના માધ્યમથી તે કહ્યું હતું કે, યૂઝર્સના પર્સનલ મેસેજ હંમેશાની જેમ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે અને WhatsApp પર તેને સાંભળી કે વાંચી શકાશે નહીં. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube