નવી દિલ્હી: જો તમારી પાસે રિલાયન્સનો જિયો ફોન (Jio Phone) છે તો તમારા માટે સારા સમાચાર છે. જિયો ફોનમાં ટૂંક સમયમાં તમે વોટ્સઅપની સુવિધાનો ઉપયોગ કરી શકશો. ઘણી ઓપરેટિંગ સિસ્ટમ (KaiOS) પર ચાલનાર જિયો ફોન પર હાલ વોટ્સઅપ સપોર્ટ કરતું નથી. ગત મહીને કંપનીએ જિયો ફોન માટે ફેસબુક એપનું વિશેષ સંસ્કરણ લોન્ચ કર્યું હતું. આ એપમાં પુશ-નોટિફિકેશન, વીડિયો અને એક્સટરનલકંટેંટ લિંકને સપોર્ટ કરનાર ફિચર પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WABetaInfo ના અનુસાર કંપની KaiOS માટે એક એપ પર કામ કરી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જિયો ફીચર ફોનવાળા યૂજર ટૂંક સમયમાં જ વોટ્સઅપનો ઉપયોગ કરી શકશે. WaBetaInfo એ એક ઓફિશિયલ બ્લોગમાં લખ્યું છે કે 'લેટેસ્ટ વોટ્સઅપ બીટા વિંડોઝ ફોન એપ 2.18.38 માં એક નવી KaiOS એપને બનાવવા વિશે વિશ્વનિય સૂત્રો દ્વારા ખબર પડી છે. KaiOS લાઇનેક્સ પર બેસ્ડ છે. કાઇ ઓએસવાળા જિયો ફોન ભારતીય યૂજર્સ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. અત્યાર સુધી તેના 60 લાખથી વધુ યૂનિટ વેચાઇ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સઅપ દુનિયાભરમાં દોઢ અરબથી વધુ યૂજર્સ છે. જો વોટ્સઅપ કોઇ ઓએસ માટે આવે છે તો આગામી સમયમાં તેના યૂજર્સ વધશે. 


ફોનના સ્પેસિફિકેશન
એક સિમવાળા જિયોફોનમાં 2.4 જિયોફોનમાં 2.4 ઇંચનો 240x320 પિક્સલ રિજ્યૂલેશનવાળો ક્યૂડબ્લ્યૂવીજીએ ડિસ્પ્લે છે. આ ફોનમાં 1.2 ગીગા હર્ટ્ઝનું SPRD 9820A/QC8905 ડુઅલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં માલી-400 જીપીયૂ ઇંટિગ્રેડેડ છે. સાથે જ તેમાં 512 એમબી રેમ અને 4 GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનની મેમરીને તમે માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી 128 GB સુધી વધારી શકાય છે.  


કંપનીએ ફોનની પાછળના ભાગ પર 2 MPનો કેમેરો આપ્યો છે, સાથે જ તેમાં VGA ફ્રંટ કેમેરો આપ્યો છે. ફોનમાં 2000 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે તેનાથી 12 કલાક સુધી ટોક ટાઇમ અને 15 દિવસનો સ્ટેન્ડટાઇમ મળશે. કનેક્ટિવિટી માટે ફીચર ફોનમાં 4G વીઓએલટીઇ, બ્લ્યૂટૂથ વી 4.1 વાઇ-ફાઇ, એનએફસી, એફેમ રેડિયો, જીપીએસ અને યૂએસબી 2.0 સપોર્ટ આપવામાં આવ્યો છે.