WhatsApp Server Down:  દુનિયાભરમાં વોટ્સએપનું સર્વર ડાઉન થયા બાદ હવે ઠીક થયું છે. સર્વર લગભગ દોઢ કલાક સુધી ડાઉન રહ્યું. લોકો વોટ્સએપનો ઉપયોગ પણ કરી શકતા નહતા. પરંતુ હવે ઠીક થઈ ગયું છે. વોટ્સએપ પર સંદેશાઓની આપલે થઈ રહી છે. ભારતમાં વોટ્સએપના 48 કરોડથી વધુ યૂઝર્સ છે. આ યૂઝર્સને વોટ્સએપ સર્વર ડાઉન થવાથી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. 


વોટ્સએપ ડાઉન થવાથી યૂઝર્સ પરેશાન
અત્રે જણાવવાનું કે વોટ્સએપ એક મેસેજીંગ અને વીડિયો કોલિંગ એપ છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો વોટ્સએપનો ઉપયોગ જાણકારી શેર કરવા માટે કરે છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓફિસનું કામ પણ વોટ્સએપ દ્વારા કરે છે અને વિભિન્ન પ્રકારનો ડેટા શેર કરે છે. વોટ્સએપ સર્વર ડાઉન થવાના કારણે આ લોકોને મુશ્કેલી આવી રહી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube