Social Media Trick: Whatsapp નો વપરાશ કરોડો ભારતીયો કરે છે જેમાં યૂઝર્સ ચેટની સાથે-સાથે ઓ઼ડિયો અને વીડિયો કોલ પણ કરી શકો છો. Whatsapp ને વધુ મજેદાર બનાવવા માટે  યૂઝર્સ નવી ટ્રિક્સ શોધતા રહે છે.  Whatsapp ના ઘણા એવા ફીચર્સ છે જેના વિશે યૂઝર્સ જાણતા નથી. હંમેશા લોકો Whatsapp પર ફાલતુ મેસેજ ડિલીટ કરી દે  પરંતુ આમાં ક્યારેક ક્યારેક કામના મેસેજ પણ ડિલીટ થઈ જતા હોય છે. શું તમે જાણો છો કે એજ મેસેજને તમે ફરીથી  વાંચી શકો છો. આજે અમે તમને આવી જ એક ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, Whatsapp પર એવો કોઈ ફીચર નથી જેનાથી તમે ડિલીટ થયેલો મેસેજ જોઈ શકો. Whatsapp પર ડિલીટ થયેલા મેસેજને બીજી વખત વાંચી શકાતો નથી પરંતુ જો કોઈ જરૂરી મેસેજ ડિલીટ થઈ ગયો છે અને તમે તેને વાંચવા ઈચ્છો છો તો થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનો રહેશે.


આવી રીતે વાંચી શકો છો ડિલીટ થયેલા Whatsapp મેસેજ:
1.Whatsapp પર ડિલીટ થયેલા મેસેજને વાંચવા માટે તમારે થર્ડ પાર્ટી એપ WhatsRemoved+ ડાઉનલોડ કરવાની રહેશે.
2. પ્લે સ્ટોરથી WhatsRemoved+ ઈન્સ્ટોલ કર્યા પછી ટમ્સ એન્ડ કન્ડીસન્સને એક્સેપ્ટ કરી દો..
3. એપનો ઉપયોગ કરવા માટે નોટિફિકેશનનો એક્સેસ આપવાનો રહેશે.
4. પછી એ એપ્લીકેશનને સિલેક્ટ કરો, જેના નોટિફિકેશન તમારે નથી જોયતા.
5. ત્યાર પછી Whatsapp ને ઈનેબલ કરો  અને કંટીન્યુ પર ક્લિક કરો.
6. પછી જ્યારે તમે પેજ પર જશો, તો  Whatsapp પર ડિલીટ થયેલા મેસેજ વાંચી શકશો.
7.સ્ક્રીનના ટોપ પર ડિટેક્ટેડ ઓપ્શનની પાસે  Whatsapp નો આઈકોન જોવા મળશે, તેના પર ક્લિક કરી દો.
8. તેને ઈનેબલ કર્યા પછી તમે ડિલીટ કરેલા Whatsapp મેસેજને વાંચી શકશો.


આ ખબર માત્ર જાણકારી માટે છે. Whatsapp આ પ્રકારનું કોઈ ફીચર આપતું નથી. જો તમને થર્ડ પાર્ટી એપ સુરક્ષિત નથી લાગતી અને કોઈ પણ પ્રકારનો ખતરો લાગે છે તો તેને ઈન્સ્ટોલ ના કરો.