WhatsApp પર હવે નહીં કરી શકો મેસેજ સાથે જોડાયેલ આ કામ, આવવાનું છે નવું અપડેટ, જાણો ડિટેઈલ
વોટ્સએપ પર ટૂંક સમયમાં એક નવું અપડેટ આવવાનું છે. જેના પછી યૂઝર્સ ફોરવર્ડ મેસેજને અનેક ગ્રૂપમાં ફોરવર્ડ નહીં કરી શકો. આ ફીચરને બીટા વર્ઝનમાં સ્પોટ કરવામાં આવ્યું છે. જે ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે.
નવી દિલ્લી: વોટ્સએપ યૂઝર્સના અનુભવને વધારે શાનદાર બનાવવા માટે એપ પર નવા-નવા ફીચર્સ જોડવામાં આવે છે. છેલ્લાં કેટલાંક સમયથી એપ પર ખોટી જાણકારી અને અફવાને રોકવા માટે વોટ્સએપ કામ કરી રહ્યું છે. પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝને ફેલાતા રોકવા માટે એપ પર એક નવા ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. મેસેજિંગ પ્લેટફોર્મ પર વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ ફોરવર્ડની લીમિટ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. એપ તેના પર કામ કરી રહ્યું છે. આ ફીચર બ્રાઝિલમાં ગયા વર્ષથી ઉપલબ્ધ છે.
બીટા વર્ઝનમાં સ્પોટ થયું છે ફીચર:
રિપોર્ટ્સનું માનીએ તો એપ આ ફીચરને બીજા માર્કેટ્સમાં ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવી શકે છે. આ ફીચરને બીટા વર્ઝનમાં સ્પોટ કરવામાં આવ્યું છે. નવું ફીચર IOSના બીટા વર્ઝન 22.7.0.76માં ઉપલબ્ધ છે. અને ટૂંક સમયમાં તે એન્ડ્રોઈડમાં પણ આવી શકે છે. જોકે કંપનીએ સત્તાવાર રીતે આ અંગે કોઈ જાણકારી આપી નથી.
ગ્રૂપમાં આ કામ નહીં કરી શકો:
વોટ્સએપના નવા અપડેટ પછી યૂઝર્સ ફોરવર્ડ મેસેજને એકથી વધારે ગ્રૂપમાં ફોરવર્ડ કરી શકશે નહીં. એટલે આ નવા અપડેટ પછી તમે કોઈ ફોરવર્ડ મેસેજને એકથી વધારે ગ્રૂપમાં ફોરવર્ડ નહીં કરી શકો. જોકે આ ફીચરના કારણે ઈન્ડીવિઝ્યુઅલ્સ ચેટ પર કોઈ અસર નહીં થાય. એટલે તમે એકથી વધારે ગ્રૂપમાં તો મેસેજ ફોરવર્ડ નહીં કરી શકો. પરંતુ એકથી વધારે ઈન્ડીવિઝ્યુઅલ ચેટ્સને મેસેજ ફોરવર્ડ કરી શકશો.
WhatsApp iOS Beta વર્ઝનમાં છે લીમિટ:
વોટ્સએપે સત્તાવાર રીતે આ ફીચર વિશે કોઈ જાણકારી આપી નથી. જો તમે એક આઈફોન યૂઝર છો અને વોટ્સએપના બીટા પ્રોગ્રામનો ભાગ છો. તો મેસેજ ફોરવર્ડ સાથે જોડાયેલ આ અપડેટ તમને મળી જશે. જો આવું નથી તો તમે વોટ્સએપને અપડેટ કરી તે અનુભવ કરી શકો છો. આ ફીચર મળ્યા પછી પહેલાથી ફોરવર્ડ કરેલા મેસેજને એક વખતમાં એકથી વધારે ગ્રૂપમાં ફોરવર્ડ નહીં કરી શકો.
પહેલાં પણ આવું કંઈક થઈ ચૂક્યું છે:
આ પહેલાં કોરોના મહામારી દરમિયાન પણ એપ પર આવું જ કંઈક નવું ફીચર જોડવામાં આવ્યું હતું. જેનાથી ખોટી જાણકારીને ફેલાતી રોકી શકાય. કોરોના દરમિયાન મેસેજિંગ પ્લેટફોર્મ પર અનેક ખોટી માહિતી શેર કરવામાં આવતી હતી. આ પ્રકારની વસ્તુઓને રોકવા માટે પ્લેટફોર્મે ફોરવર્ડ લેબલ ફીચર જોડ્યું હતું. જે ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજ પર જોવા મળે છે. તેની મદદથી આવા મેસેજને અલગ કરવામાં મદદ મળે છે.