શું તમે વોટ્સપ વાપરો છો? જો હા તો આ ન્યૂઝ તમારા માટે છે, વાંચશો તો જેલના સળીયા નહીં ગણવા પડે
કરોડો ભારતીયો WhatsAppનો ઉપયોગ કરે છે. Whatsapp આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. શું તમે જાણો છો કે વોટ્સપમાં તમારી એક ભૂલથી તમારું એકાઉન્ટ તો બૅન થઈ શકે છે, સાથે જ તમને જેલ પણ થઈ શકે છે.
નવી દિલ્હીઃ ઘણા યુઝર્સ અજાણતામાં એવી ભૂલો કરે છે જેના કારણે તેમના એકાઉન્ટ્સ બ્લોક થઈ જાય છે. તો આવો જાણીએ એવી કઈ ભૂલો છે જે ભૂલોના કારણે તમારૂ એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.
કોપીરાઈટના નિયમો તોડવા બદલ થઈ શકે છે જેલ
વોટ્સએપ કોપીરાઈટના નિયમને ખૂબ જ કડક રીતે અનુસરે છે. જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પર કોઈ ફિલ્મ અથવા એવી સામગ્રી શેર કરે છે, જેમાં કોપીરાઈટ હોય, તો તેનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવે છે. ફરિયાદ થાય તો તમે જેલ પણ જઈ શકો છો.
સ્પામ સંદેશાઓ ન મોકલો
લોકો વોટ્સએપ પર સ્પામ મેસેજ પણ મોકલે છે. જો તેની જાણ કરવામાં આવે તો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેવાય છે. જો તમે વોટ્સએપથી કોઈને પોર્ન કન્ટેન્ટ મોકલશો તો તે એકાઉન્ટ તરત જ બ્લોક થઈ જશે અને જો કોઈ યુઝર ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ મોકલશે કે ફોરવર્ડ કરશે તો તેને પણ જેલ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Airtel લાવ્યું ધમાકેદાર પ્લાન! માત્ર 149 રૂપિયામાં 14 OTT એપ્સ ફ્રી અને ડેટાની મજા
થર્ડ પાર્ટી એપ્સનો ન કરો ઉપયોગ
WhatsApp માટે કોઈપણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ ન કરવો જોઈએ. વોટ્સ એપ દર મહિને સ્કેન કરે છે. જો કોઈ યુઝર થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતો પકડાય છે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.
અપમાનજનક સંદેશા ના મોકલવા
વોટ્સએપનો ઉપયોગ રમખાણોનો ભડકાવવા માટે થાય તો તમારું એકાઉ્ટ બંધ શઈ શકે છે. સુરક્ષા એજન્સીઓની ફરિયાદ પર વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ શકે છે.
વોટ્સએપ હેક
જે લોકો વોટ્સએપ હેક કરવાનો પ્રયાસ કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. જો કોઈએ તમારું વ્હોટ્સએપ હેક કર્યું હોય અથવા તે કરવાનો પ્રયાસ કર્યો હોય તો તમે પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી શકો છો. જે બાદ તે વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube