WhatsApp ના ડિલીટેડ મેસેજ અને ચેટ્સ પાછા જોઇએ છે? આ પ્રકારે સરળતથી રીકવર
જો તમે કોઇ જરૂરી મેસેજ ડિલીટ કરી દીધા છે તો તેને ક્લાઉડ દ્વારા રિકવર કરી શકાય છે. વોટ્સએપ (WhatsApp) પર મેસેજ અને ચેટ્સને બેકઅપ કરવાનો ઓપ્શન મળે છે જેથી તમે મેસેજના વોટ્સએપ ક્લાઉડમાં બેકઅપ હોય છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મેસેજિંગ એપ્સની વાત કરીએ તો સૌથી પહેલાં વોટ્સએપ (WhatsApp) નું જ નામ આવશે. વોટ્સએપ (WhatsApp) ની લોકપ્રિયતા કોઇનાથી છુપી નથી અને તાજેતરમાં જ થોડા મહિનાઓમાં પોતાના નવા અપડેટ્સ અને ફીચર્સથી લોકપ્રિયતા વધી છે. આમ તો આ એપ પર દરેક પ્રકારના ફીચર્સ ઉપલબ્ધ છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે તમને તે મેસેજ અથવા ચેટ્સની જરૂર હોય છે જેને તમે ડિલીટ કરી ચૂક્યા છે. અમારી પાસે એક એવી રીત જરૂર છે જેથી તમે ડિલીટ કરેલા મેસેજને રીટ્રીવ કરી શકો છો.
ડિલીટ કરેલા મેસેજને આ રીતે કરો રિકવર
જો તમે કોઇ જરૂરી મેસેજ ડિલીટ કરી દીધા છે તો તેને ક્લાઉડ દ્વારા રિકવર કરી શકાય છે. વોટ્સએપ (WhatsApp) પર મેસેજ અને ચેટ્સને બેકઅપ કરવાનો ઓપ્શન મળે છે જેથી તમે મેસેજના વોટ્સએપ ક્લાઉડમાં બેકઅપ હોય છે.
તમને જણાવી દઇએ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ પર આ બેકઅપ રોજ રાત્રે 2 થી 4 વચ્ચે થાય છે અને આ પ્રકારે જો તમારો ખોવાઇ જાય છે, તૂટી જાય છે અથવા પછી તમારે મેસેજ અથવા ચેટ ડિલીટ થઇ જાય છે તો તમે આ વોટ્સએપ (WhatsApp) બેકઅપ દ્વારા તેને રિકવર કરી શકો છો.
સપનાનું ઘર, ગાડી લેવી થઇ સસ્તી! આ બેન્કએ Home-Auto Loan કરી સસ્તી
ચેટ વિના બેકઅપ આ રીતે કરો રીટ્રીવ કરો મેસેજ
જો તમે ચેટ બેકઅપ સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી અને એક એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર છે તો તમે તમારા સ્માર્ટફોનના લોકલ બેકઅપથી પણ ચેટ્સ અને મેસેજને રીટ્રીવ કરી શકો છો.
આમ કરવા માટે તમારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનના ફાઇલ મેનેજરમાં જવું પડશે. એન્ડ્રોઇડ ફોલ્ડરને શોધી કાઢો, તેમાં વોટ્સએપ (WhatsApp) ફોલ્ડરને શોધીને સિલેક્ટ કરવું પડશે અને તેમાં ડેટાબેસના ફોલ્ડર પર જવું પડશે. તેમાં જઇને તમારા જૂના બેકઅપવાળા ફોલ્ડરનું નામ બદલવું પડશે. જેમ કે, ‘msgstore-YYYY-MM-DD.1.db.crypt12’ થી તેને બદલી ‘msgstore.db.crypt12’કરી દેવું પડશે. આ પ્રકારે તમારા લાસ્ટ બેકઅપ (જે દિવસે ચેટ્સ અથવા મેસેજ તમારે જોઇએ છે) સુધીના મેસેજ વોટ્સએપ (WhatsApp) પર રીસ્ટોર થઇ જશે.
આ પ્રકારે આ બે રીતની મદદથી તમે વોટ્સએપ (WhatsApp) પર મેસેજને રિકવર અથવા રીટ્રીવ કરી શકો છો. ધ્યાન રહે કે તમે જે પણ દિવસના મેસેજ અથવા ચેટને રિકવર કરશો, વોટ્સએપ (WhatsApp) પર તે દિવસ સુધીના મેસેજ આવશે અને ત્યારબાદના મેસેજ ડિલીટ થઇ શકે છે કારણે તમે જૂના દિવસના બેકઅપ પર પહોંચી જશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube