WhatsApp Tips And Tricks: આજકાલ કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. જેણા કારણે વોટ્સએપ પણ પોતાના ગ્રાહકોને જકડી રાખવા માટે નવા નવા ફીચર્સ જોડે છે. હાલ એક નવા ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો છે. વોટ્સએપ સ્ટેટ્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ જ કામ કરે છે. છેલ્લા 24 કલાક સુધી સ્ટેટ્સ પર રહે છે અને તમે ઘણા સ્ટેટ્સ ઉમેરી શકો છો, જેમ કે અન્ય બે પ્લેટફોર્મ પર સ્ટોરીઝની સાથે છે. જો તમે વોટ્સએપ સ્ટેટસ પર સ્ટોરી લગાવો છો તો તમારા દરેક કોન્ટેક્ટ્સ જોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને પણ ખબર પડી જશે કે તમારું સ્ટેટ્સ કોણે કોણે જોયું છે. પરંતુ આજે અમે તમને એવી વોટ્સએપ ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ, કે જેનાથી તમે વોટ્સએપ સ્ટેટ્સ જોઈ શકો છો અને સામેવાળાના સીનમાં તમારું નામ જોવા મળશે નહીં. આવો જાણીએ....


તમને અહીં બતાવવામાં આવ્યું છે કે તમે તમારા મિત્રોને જાણ્યા વિના તેમના વોટ્સએપ પોસ્ટ કેવી રીતે જોઈ શકો છો. 


- વોટ્સએપ સેટિંગમાં જાવ
- હવે એકાઉન્ટ ટેબ પર નેવિગેટ કરો
- પ્રાઈવેસી પર ટેપ કરો અને રીડ રિસિપ્ટ ઓપ્શન પર સ્ક્રોલ કરો
- લોકોને તેમની ચેટ અને વોટ્સએપ સ્ટેટ્સને જોવાથી રોકવા માટે તેણે ટોગલ કરો.


તમને પણ ખબર નહીં પડે કે કોણે જોયું છે તમારું સ્ટેટ્સ
આ વિકલ્પ વિશે દિલસ્પર્શ વાત એવી છે કે આ તમારા સ્ટેટ્સ પોસ્ટ પર વ્યૂઝને પણ છૂપાવશે જેણો મતલબ એવો છે કે તમારા માટે પણ એ જોવું અસંભવ હશે કે તમારું વોટ્સએપ સ્ટેટ્સ કોણે જોયું છે. તમે હંમેશાં પોતાની સેટિંગમાં પાછા જઈ શકો છો અને ચીજોને સામાન્ય કરવા માટે રીડ રિસિપ્ટ ચાલૂ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube