Whats app Tipa and Tricks: વોટ્સ એપ સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. 2 અરબથી વધારે લોકો તેનો ઉપયોગ કરે છે. વોટ્સ એપ  ઉપયોગકર્તાઓને પોતાની ચેટને ખાનગી અને સ્પામ કોન્ટેક્ટથી બ્લોક કરવાની અનુમતિ આપે છે. વોટ્સ એપ એક એવું ફીચર લઈને આવ્યું છે, જે એપ અને યૂઝર બંનેને સિક્યોર બનાવે છે. અમે વાત કરી રહ્યા છીએ ડિલીટ ફોર એવરીવન ફીચરની. વોટ્સ એપ યૂઝર્સને મોકલવામાં આવેલા મેસેજને 2 દિવસ અને 12 કલાકની અંદર ડિલીટ કરવાની સુવિધા આપે છે. પરંતુ યૂઝર્સ ભૂલથી મોકલવામાં આવેલ મેસેજને કલાકો પછી પણ ડિલીટ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ ડિલીટ ફોર એવરીવન વિકલ્પ:
યૂઝર્સ દ્વારા મોકલવામાં આવેલ મેસેજ પર ક્લિક કરતાં ડિલીટ ફોર મી કે ડિલીટ ફોર એવરીવનનો વિકલ્પ મળે છે. ડિલીટ ફોર એવરીવન સિલેક્ટ કરતાં જ એક મેસેજ જોવા મળે છે. જેમાં લખેલું હોય છે મેસેજ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. એવો મેસેજ જોઈને બીજો વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે અને વિચારે છે કે બીજા વ્યક્તિએ શું મેસેજ મોકલ્યો હશે. ગુસ્સો ત્યારે આવે છે જ્યારે બીજો વ્યક્તિ આવું કરે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ આવો જ ઓપ્શન રહેલો છે. પકંતુ બીજા વ્યક્તિને ખ્યાલ આવતો નથી કે મેસેજ ડિલીટ થયો છે કે નહીં.


ડિલીટ કરેલો મેસેજ કઈ રીતે નિહાળી શકશો:
વોટ્સ એપ પાસે આ સવાલનો જવાબ નથી. તમે એપ પર દૂર કરવામાં આવેલા મેસેજને જોઈ શકતા નથી. પ્રાઈવસીને ધ્યાનમં રાખીને વોટ્સ એપ આવું ફીચર પણ લાવશે નહીં. પરંતુ તેને કેવી રીતે ઉકેલી શકાય. તમને જણાવી દઈએ કે એવા અનેક ઉપાય છે જેનાથી તમે ડિલીટ કરવામાં આવેલા મેસેજને જોઈ શકાય છે. 


તમે થર્ડ પાર્ટી એપની મદદ લઈ શકો:
ઓનલાઈન થર્ડ પાર્ટી એપ્સને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ ડિલીટ કરવામાં આવેલ મેસેજને બતાવવાનો દાવો કરે છે. પરંતુ આ એપ ઘણી રિસ્કી છે. તેનાથી ડેટા ચોરી થઈ શકે છે. ફોનમાં મેલવેર આવી શકે છે. આથી બેસ્ટ એ છે કે આવી એકપણ એપને ડાઉનલોડ કરશો નહીં.


બીજો કોઈ વિકલ્પ છે:
એક અન્ય વિકલ્પ બેકઅપ છે. તમે વોટ્સ એપનો નિયમિત બેક અપ લો. છેલ્લા બેક અપથી મેસેજને રિસ્ટોર કરો. તેના માટે વોટ્સ એપના સેટિંગમાં જઈને ચેટમાં જાઓ. ચેટ બેક અપ ત્યાં જોવા મળશે. દૂર કરવામાં આવેલા મેસેજના જૂના બેક અપને જુઓ.


કેવી રીતે વોટ્સ એપના ડિલીટ કરેલા મેસેજને વાંચશો:


  • - તમારા ફોનના સેટિંગમાં જાઓ

  • - તેના પછી એપ્સ એન્ડ નોટિફિકેશન પર ટેપ કરો

  • - નોટિફિકેશનના વિકલ્પને પસંદ કરો

  • - ઓપ્શનમાં નોટિફિકેશન હિસ્ટ્રી જોવા મળશે તેના પર ક્લિક કરો

  • - ઉપયોગ માહિતી ઈતિહાસ પર ક્લિક કરો

  • - નોટિફિકેશન હિસ્ટ્રી ઓન કરતાં જ તમે ડિલીટ કરેલા મેસેજને જોઈ શકશો