નવી દિલ્હીઃ બાળકોને લઈને કોલેજ વિદ્યાર્થીઓ સુધી, બિઝનેસમેનથી લઈને ગૃહિણીઓ સુધી લગભગ કોઈ એવું હશે, જે WhatsApp નો ઉપયોગ ન કરતુ હોય. એટલે કે દરેક વર્ગમાં WhatsApp ખુબ લોકપ્રિય થઈ ચુક્યુ છે. કોઈ બીજું તમારૂ     WhatsApp એકાઉન્ટ ન ખોલી શકે તો તે માટે પ્લેટફોર્મમાં ફેસઆઈડી અને પાસવર્ડ પ્રોટેક્શનની સુવિધા મળે છે. પરંતુ જો કોઈ ખાસ વ્યક્તિ સાથે કરવામાં આવેલી ચેટ ડિલીટ કર્યા વગર છુપાવવા ઈચ્છો છો તો શું કરશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમે તમને આવી ટ્રિક જણાવવાના છીએ, જેથી તમે તમારી પર્સનલ ચેટને ડિલીટ કર્યા વગર બધાથી છુપાવી શકશો. જો કોઈ તમારૂ WhatsApp ખોલે તો તે વ્યક્તિને તમારી ચેટ દેખાશે નહીં. મહત્વનું છે કે WhatsApp યૂઝર્સને એક ખાસ ફીચરની સુવિધા આપે છે, જેનું નામ છે Archive. તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે સમજી લઈએ. 


Android યૂઝર આ રીતે છુપાવે ચેટ
- સૌથી પહેલા WhatsApp ઓપન કરો અને તે ચેટ પર જાવ જેને તમે છુપાવવા ઈચ્છો છો. 


- આ ચેટને ઓપન ન કરો પરંતુ તેને લોન્ગ પ્રેસ કરતા તેને થોડો સમય દબાવીને રાખો.


- ચેટને દબાવી રાખવા પર ઉપર તરફ એક ફોલ્ડરનું આઇકન આવશે, જેમાં Arrow બનેલો હશે. 


- આ આઇકન પર ક્લિક કરતા તે કોન્ટેક્ટની ચેટ Archive થઈ જશે. 


- આ સ્ટેપને પૂરુ કરતા ચેટ લિસ્ટથી ગાયબ થઈ જશે અને વોટ્સએપને ગમે એટલું સ્ક્રોલ કરશે પણ તે દેખાશે નહીં.


iPhone યૂઝર માટે આ છે રીત


- આઈફોન યૂઝ કરનાર WhatsApp માં તે કોન્ટેક્ટ પર જઈને ચેટને રાઇટ સ્વાઈપ કરે. 


- રાઇટ સ્વાઇપ કરવા પર More અને Archive લખવામાં આવશે. Archive પર ટેપ કરો.


- Archive પર દબાવવાની સાથે આ ચેટ ગાયબ થઈ જશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube