WhatsApp ની આ Trick છે જબરદસ્ત!, ચપટીમાં ડાઉનલોડ થઈ જશે કોઈનું પણ સ્ટેટસ, ખાસ જાણો
વોટ્સએપ દુનિયાભરમાં સૌથી ચર્ચિત અને લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાંથી એક છે. વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અનેક અનોખા ફીચર્સ ઓફર કરે છે. જેને યૂઝર્સ પણ ખુબ પસંદ કરે છે. આવું જ એક ફીચર છે વોટ્સએપનું સ્ટેટસ ફીચર. આ મુદ્દે એક જબરદસ્ત ટ્રિક અમારી પાસે છે જેની મદદથી તમે કોઈ પણ વોટ્સએપ સ્ટેટસ ચપટીમાં ડાઉનલોડ કરી શકશો.
નવી દિલ્હી: વોટ્સએપ દુનિયાભરમાં સૌથી ચર્ચિત અને લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાંથી એક છે. વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અનેક અનોખા ફીચર્સ ઓફર કરે છે. જેને યૂઝર્સ પણ ખુબ પસંદ કરે છે. આવું જ એક ફીચર છે વોટ્સએપનું સ્ટેટસ ફીચર. આ મુદ્દે એક જબરદસ્ત ટ્રિક અમારી પાસે છે જેની મદદથી તમે કોઈ પણ વોટ્સએપ સ્ટેટસ ચપટીમાં ડાઉનલોડ કરી શકશો.
વોટ્સએપનું સ્ટેટસ ફીચર
વોટ્સએપના સ્ટેટસ ફીચરથી યૂઝર્સ પોતાના મનગમતા ફોટા અને વીડિયોને પોતાના સ્ટેટસમાં મૂકી શકે છે. આ સ્ટેટસ તે તમામ લોકો જોઈ શકે છે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં છે અને આ સ્ટેટસ ફક્ત 24 કલાક સુધી જોઈ શકાય છે. આ સ્ટેટસને ફક્ત જોઈ શકાય છે અને તેના પર જવાબ આપી શકાય છે. તેને સેવ કે ડાઉનલોડ કરી શકાતું નથી.
કોઈનું વોટ્સએપ સ્ટેટસ કેવી રીતે શેર કરવું
જો તમે કોઈ અન્ય વ્યક્તિનું વોટ્સએપ સ્ટેટસ શેર કરવા માંગતા હોવ તો વોટ્સએપમાં એવી કોઈ જ ટેક્નોલોજી નથી. ફોટો શેર કરવું સરળ છે કારણ કે તમે તેનો સ્ક્રીનશોટ લઈને કોઈને પણ શેર કરી શકો છો. પરંતુ જો તે વોટ્સએપ સ્ટેટસ વીડિયો હોય તો તેને શેર કરવો શક્ય નથી. હવે અમે તમને એક એવી ટેક્નિક જણાવીશું જેનાથી તમે વોટ્સએપ સ્ટેટસમાં મૂકાયેલો વીડિયો પણ સેવ કરી શકશો.
વોટ્સએપ સ્ટેટસ પર શેર કરાયેલા વીડિયો આ રીતે કરો શેર
વોટ્સએપ સ્ટેટસ પર મૂકાયેલા કોઈ પણ વીડિયોને શેર કરવા માટે સૌથી પહેલા તમારે એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ગૂગલ ફાઈલ્સ નામની એપને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ આ એપ ખોલો. iOS યૂઝર્સ કોઈ અન્ય ફાઈલ મેનેજર એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. ગૂગલ ફાઈલ્સએપમાં ડાબી બાજુ સૌથી ઉપર એક મેનુ જોવા મળશે. તેને ખોલીને સેટિંગ્સમાં જાઓ અને 'શો હિડન ફાઈલ્સ'ના ઓપ્શન પર ક્લિક કરો.
ત્યારબાદ તમારા ડિવાઈસના ફાઈલ મેનેજરમાં જાઓ, ઈન્ટર્નલ સ્ટોરેજના ઓપ્શન પર ક્લિક કરો, વોટ્સએપને સિલેક્ટ કરો, પછી મીડિયા અને પછી સ્ટેટસના ઓપ્શનને સિલેક્ટ કરો. આ રીતે તમે જે પણ સ્ટેટસ જોશો, તે તમારા ફોલ્ડરમાં પણ જોવા મળશે ત્યારબાદ તમે તે વીડિયોને ફોલ્ડરથી સેવ કે ડાઉનલોડ કરીને કોઈ અન્યની સાથે પણ શેર કરી શકો છો.
આ રીતે એક એપ ડાઉનલોડ કરીને તમે કોઈ પણ સ્ટેટસ સેવ કરી શકો છો. ઈચ્છો તો તમારા કોઈ મિત્ર કે સંબંધીને પણ મોકલી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube