how to hide WhatsApp lock chats: વોટ્સએપનો ઉપયોગ આજે દુનિયાના ખૂણેખૂણામાં થાય છે. આ એપથી તમે ફોટો, વીડિયો શેર કરી શકો છો, પોલ કરી શકો છો. અથવા ચેટ ઉપરાંત અનેક કામ કરી શકો છો. આજકાલ લોકો તેનો ઉપયોગ બિઝનેસ તથા ઓફિસના કામ માટે કરે છે. વોટ્સએપ પર લોકો પોતાની ખાનગી વાતો કરે છે, જેને તેઓ બીજા લોકોને બતાવવા માંગતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ તમારી ચેટને સુરક્ષિત રાખવા માટે એક નવુ ફીચર લાવ્યું છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શરૂ કરાયું છે. તેનાથી તમારા મેસે એકબીજાની પાસે સુરક્ષિત રીતે પહોંચી શકે છે. પરંતું જો તમારો ફોન તમારા કોઈ મિત્ર કે પરિવારના હાથમાં જાય છે, તો તેઓ તમારી ચેટ વાંચી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કંપનીએ ચેટ લોકનું ફીચર શરૂ કર્યું છે. જેનાથી તમે તમારી ખાનગી ચેટ લોક કરીને છુપાવી શકો છો.  
 
વોટ્સએપની ચેટ લોક ફીચર તમારી અંગત ચેટને એક ફોલ્ડરમાં છુપાવી દે છે. જેને માત્ર તમે તમારી ફિંગરપ્રિન્ટ, ફેસ લોક કે પાસવર્ડના માદ્યમથી ખોલી શકો છો. મજેદાર વાત એ છે કે, વોટ્સએપ તમને ચેટ લોક ફોલ્ડરમા તેને છુપાવે છે. જેના માટે તમારે સિક્રિટ કોડ નાંખવાના હોય છે. આ ફોલ્ડર આખેઆખું ગાયબ થઈ જાય છે, અને તમે તેને માત્ર એ સિક્રેટ કોડથી ખોલી શકો છો, જેને તમે સર્ચબારમાં નાંખશો. જો તમને આ વોટ્સએપ ફીચર સારુ લાગ્યો, તો તમારે જાણવુ જોઈએ કે, આખરે કેવી રીતે તમે તમારી ચેટને લોક કરી શકો છો. 


દુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશે


how to hide WhatsApp lock chats


સ્ટેપ 1: WhatsApp ખોલો અને તમે જે ચેટ છુપાવવા માંગો છો તે શોધો.
સ્ટેપ 2: તે ચેટને દબાવો અને પકડી રાખો, જે મેનૂ ખોલશે. ત્યાંથી 'લોક ચેટ' પસંદ કરો.
સ્ટેપ 3: 'ચાલુ રાખો' પર ક્લિક કરો અને તમારી ફિંગરપ્રિન્ટ અથવા ચહેરા વડે તમારી ચેટને લોક કરો.


કંજૂસ ગુજરાતીઓ! સુખી સંપન્ન રાજ્ય હોવા છતાં મનરેગાના મજૂરોને ચૂકવાય છે ઓછો પગાર


લોક ફોલ્ડર કેવી રીતે છુપાવશો?


સ્ટેપ 1: તમારું લૉક કરેલું ચેટ ફોલ્ડર ખોલો અને ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો.
સ્ટેપ 2: 'ચેટ લોક સેટિંગ્સ' પસંદ કરો.
સ્ટેપ 3: 'સિક્રેટ કોડ' પર ટેપ કરો અને તમારું લૉક કરેલું ચેટ ફોલ્ડર ખોલવા માટે તમારો ઇચ્છિત કોડ દાખલ કરો.
સ્ટેપ 4: 'આગલું' ક્લિક કરો, ફરીથી કોડ દાખલ કરો અને 'થઈ ગયું' પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે 'લૉક કરેલી ચેટ્સ છુપાવો' ચાલુ કરો, અને તમારું લૉક કરેલું ચેટ્સ ફોલ્ડર તમારા WhatsApp હોમ પેજ પરથી છુપાવવામાં આવશે.
સ્ટેપ 6: તમારું લૉક કરેલું ચેટ ફોલ્ડર ખોલવા માટે, WhatsApp હોમ પેજ પર સર્ચ બારમાં તમારો 'સિક્રેટ કોડ' દાખલ કરો.


હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાને ધમરોળશ