નવી દિલ્હીઃ WhatsApp Warning: આજના સમયમાં WhatsApp સૌથી મહત્વપૂર્ણ એપ છે. આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપથી લોકોને એક બીજા સાથે જોડાયેલા રહેવામાં ઘણી મદદ મળે છે.  અને તેનો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિ કરતો હોય છે. અને એટલા માટે જ હેકર્સ પણ તેને હેક કરવા માટે નવા રસ્તા શોધે છે. આ દરમિયાન, એક સાયબર નિષ્ણાતે વોટ્સએપ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZecOpsના સિક્યૂરિટી રિસર્ચર, Zak Avrahamએ સૌથી પહેલા આ ટ્રિકને સ્પૉટ કરી હતી જેનાથી WhatsAppને હેક કરવાનું સરળ રહે છે. Malwarebytes Labs એ ચેતવણી જારી કરી છે. ઝેક કહે છે કે તમે ઊંઘતા જ રહેશો, અને હેકર તમારા એકાઉન્ટનો એક્સેસ લઈ લેશે અને તમારા મિત્રો અને સંબંધીઓને સાથે છેતરપિંડી કરશે. 


રિસર્ચરનું કહેવું છે કે જ્યારે તમે સૂતા હોવ ત્યારે હેકર તમારા વોટ્સએપ એકાઉન્ટમાં લોગઈન કરવાનો પ્રયાસ કરશે. આ માટે આપને એક મેસેજ મળશે જેમાં લખેલું હશે, '‘Do not Share this'તમે શેર નહીં કરો તો પણ તમારું એકાઉન્ટ હેક થઈ જશે.


આ પણ વાંચોઃ વિસ્ફોટ થતાં સ્માર્ટફોનને આ રીતે બચાવો, આગ લાગવાના આ છે 5 કારણો


સાંભળવામાં અઘરુ લાગે છે પણ નિષ્ણાતોના મતે તે શક્ય અને સરળ પણ છે. હેકર્સ યુઝર્સની બે ભૂલોનો ફાયદો ઉઠાવે છે. ચાલો જાણીએ કે તેમનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય.


એક સરળ ઉપાય એ છે કે તમે તમારા ફોન એકાઉન્ટ પર બેસ્ટ વૉઇસ મેઇલ સિક્યૂરિટીનો ઉપયોગ કરી રહ્યાં છો તેની ખાતરી કરવી. ના માત્ર ડિફોલ્ટ ઑપ્શન. ડિફૉલ્ટ ઑપ્શન સાથે, ઘણી વખત અમને તે વસ્તુઓની નોટિફિકેશન નથી મળતી  જ્યારે કોઈ અન્ય વ્યક્તિ આપના ફોન સાથે ચેડા કરે છે. 


બીજી રીત એ છે કે હેકિંગથી બચવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન હોવું ખૂબ જ જરૂરી છે. આ કરવું ખૂબ જ સરળ છે, અને ઘણા WhatsApp એકાઉન્ટને કોઈ બીજાના હાથમાં આવતા અટકાવે છે. તેને સેટ કરવા માટે, પહેલા WhatsApp પર જાઓ, પછી સેટિંગ્સ પર ક્લિક કરો, પછી એકાઉન્ટ પર ટેપ કરો અને પછી ટુ-સ્ટેપ વેરિફિકેશન પર ટેપ કરો. પછી તમે તેને ચાલુ કરી શકો છો અને એપ્લિકેશન માટે તમારો વ્યક્તિગત PIN સેટ કરી શકો છો.


આ પણ વાંચોઃ Twitter: 1 ફેબ્રુઆરીથી સસ્પેન્શન પોલિસીમાં ફેરફાર , હવે યુઝર્સને મળશે આ સુવિધા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube