ભારતમાં ક્યારે લોન્ચ થશે 6G? આવી ગઈ સૌથી મોટી અપડેટ, 5G માં પણ થશે મોટો સુધારો
એરિક્સનના મતે, 6G ટેક્નોલોજી 2030 સુધી આવી શકે છે, ભારત, જાપાન, સાઉથ કોરિયા, અમેરિકા અને ચીન જેવા દેશ આ નવી કોમ્યુનિકેશન સિસ્ટમ માટે તૈયાર થઈ રહ્યા છે. અત્યારે દુનિયાભરમાં લગભગ 320 ટેલીકોમ કંપનીઓ 5G સર્વિસ આપી રહી છે.
ટેલીકોમ કંપની એરિક્સનને મોબાઈલ કોમ્યુનિકેશન ખાસ કરીને 6G વિશે રોમાચંક જાણકારી શેર કરી છે. તેમણે લાગે છે કે આપણે 5G ટેક્નોલોજીથી એડવાન્સ ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યા છે. આ ફેરફાર ટેલીકોમ ઈન્ડસ્ટ્રીને બદલી નાંખશે અને લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સરળતાથી મળી જશે. એરિક્સનની લેટેસ્ટ રિપોર્ટ મુજબ નવી ટેક્નોલોજી આવવાથી લોકો હાલ કરતા પણ વધુ ડેટાનો ઉપયોગ કરવા લાગશે.
IRCTCની જબરદસ્ત ઓફર! ફ્લાઈટની સસ્તી ટિકિટ જોઈએ તો આ દિવસે કરી લેજો, થશે મોટો લાભ
ક્યારે લોન્ચ થશે 6G?
એરિક્સનના મતે, 6G ટેક્નોલોજી 2030 સુધી આવી શકે છે, ભારત, જાપાન, સાઉથ કોરિયા, અમેરિકા અને ચીન જેવા દેશ આ નવી કોમ્યુનિકેશન સિસ્ટમ માટે તૈયાર થઈ રહ્યા છે. અત્યારે દુનિયાભરમાં લગભગ 320 ટેલીકોમકંપનીઓ 5G સર્વિસ આપી રહી છે, પરંતુ આ દુનિયાની માત્ર 20ટકા વસ્તી સુધી પહોંચી શક્યું છે. 2030 સુધી તેમનું અનુમાન છે કે 5G દુનિયાની 60ટકા વસ્તી સુધી પહોંચી જશે.
જો તમને આ 5 સાઈન દેખાય તો થઈ જજો સાવધાન! હોઈ શકે છે WhatsApp સ્કેમનો સંકેત
ભારત ઘણું આગળ
5G નેટવર્કને લઈને ભારત ઘણું આગળ છે. મોટી ટેલીકોમ કંપનીઓ, Airtel અને Jio એ દેશના લગભગ તમામ જિલ્લાઓમાં 5G સેવાઓ શરૂ કરી દીધી છે. જોકે, Airtel અત્યારે એક સ્થાપી 5G સેવા આપી રહ્યું છે જે જૂની 4G ટેક્નોલોજી પર આધારિત છે, જ્યારે Jio એ સંપૂર્ણ રીતે નવી 5G સિસ્ટમ લગાવી છે. એરિક્સનની નવી રિપોર્ટ કહે છે કે ટેલિકોમ કંપનીઓ 5G ટેક્નોલોજીને હજું વધુ સારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 5G એડવાન્સ્ડ નામના આ સુધારેલા સંસ્કરણ સાથે યૂઝર્સને વધુ મજબૂત અને ઝડપી ઇન્ટરનેટ મળશે.
શું ચક્રવાતી તોફાનની ગુજરાતમાં અસર થશે? 4 રાજ્યોમાં એલર્ટ, જાણો શું કહે છે અંબાલાલ
5G Advanced આવવાથી શું થશે?
2030 સુધી જ્યારે 5G એડવાન્સ સંપૂર્ણ રીતે કામ કરવા લાગશે ત્યારે એક્સપર્ટસનું માનવું છે કે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ જેવા ઓપશન્સથી મોબાઈલ ડેટાનો ઉપયોગ ત્રણ ગણો વધી જશે. આ વધારો આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ અને વીડિયો કન્ટેન્ટના વધતા વ્યાપના કારણે થશે.