ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાની ક્રાંતિકારી શોધ માથી એક છે ઈન્ટરનેટ.આજના આધુનિકરણમાં દરેક વ્યક્તિ ઈન્ટરનેટનું ઉપયોગ કરે છે.એ પણ સુપરફાસ્ટ ઈન્ટરનેટ.ના લોડિંગ થાય કે ના બફરિંગ.માત્ર એક ક્લિક કરી દુનિયાના કોઈ પણ ખુણાની માહિતી મેળવી શકાય છે.પરંતુ શું તમે એ જાણો છો કે આ ઈન્ટરનેટનો માલિક કોણ છે.તે કેવી રીતે કામ કરે છે.નથી જાણતા તો આજે અમે તમને બતાવશું ઈન્ટરનેટ વિશેની તમામ માહિતી. ઈન્ટરનેટે સંપૂર્ણ રીતે દરેક લોકોની જીંદગી બદલી નાખી છે.ત્યારે એક વાત તો સ્પષ્ટ છે દરેક વસ્તુની કોઈને કોઈ કિંમત હોય છે.અને જે વસ્તુ રૂપિયા આપીને મળતી હોય તો તેનો કોઈ માલિક પણ હોય જ છે.ત્યારે તમાર મનમા એ સવાલ થતો હશે કે ઈન્ટરનેટનું માલિક કોણ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટરનેટ શું છે
ઈન્ટરનેટ એટલે બે કે તેથી વધુ કોમ્પ્યુટરનું જોડાણ.ઈન્ટરનેટ એટલે દુનિયાના કોઈ પણ ખુણે બેસી તમે કોઈ પણ જગ્યા કે વ્યક્તિની માહિતી તમારી સ્ક્રિન પર મેળવી શકો.1969માં જ્યારે માણસે પ્રથમ વખત ચંદ્ર પર પગ મુક્યો હતો ત્યારે USના રક્ષા મંત્રાલય એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી એટલે કે ARPAની સ્થાપના કરી.જેમાં માત્ર 4 કોમ્પ્યુટરનું જોડાણ કર્યું હતું.જેમાં ડેટા સેર કર્યો હતો.જે આજે દુનિયાના તમામ લોકો માટે ઉપલ્બધ છે.

ઈન્ટરનેટનાં માલિક કોણ
તમે અત્યારે વેબસાઈટ પર લેખ વાંચી રહ્યા છો.એનો મતલબ આ લેખને હજારો કિલોમીટર દુર રાખેલા વેબસાઈટના સર્વરમાંથી મેળવી રહ્યા છો.સર્વરથી તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ સુધી લેખને લાવવા માટ એક કનેક્શન હોય છે.જેનો તમાર ચાર્જ ચુકવવો પડે છે.એનો મતલબ એ થાય છે કે ઈન્ટરનેટનું કોઈ માલિક નથી.ઈન્ટરનેટ પર કોઈ સંસ્થા,કોઈ વ્યક્તિ, સરકારી સંસ્થાનું કોઈ અધિકાર નથી.પરંતુ ઈન્ટરનેટની સેવા આપવા બદલ કેટલી કંપનીઓ તેનો ચાર્જ લે છે.


TikTok માટે આવી મોટી ખુશખબરી, જાણો આ એપ વિશે શું આવ્યું નવું અપડેટ

ઈન્ટરનેટ માટે કેમ ચુકવવો પડે છે ચાર્જ
ઇન્ટરનેટ માટે કેટલીક કંપનીઓ હોય છે.જેમણે દરિયામાં ઓપ્ટીકલ ફાયબર કેબલ(OPTICAL FIBERS CABLE) પાથર્યા હોય છે.જેનાથી એક દેશથી બીજા દેશને કનેક્ટ કરવામાં આવે છે.આ નેશનલ લેવલની કંપનીઓ પોતાના સ્વખર્ચે અથવા રોકાણથી કેબલ દરિયામાં પાથર્યા હોય છે.જેથી આપણે ઈન્ટરનેટની સેવાનો ઉપયોગ કરી શકીએ છીએ. વોડાફોન-આઈડિયા, રિલાયન્સ, એરટેલ જેવી અનેક કંપનીઓ ઈન્ટરનેશનલ કંપનીઓને ચાર્જ ચુકવી આ સેવા આપણી સુધી પહોંચાડે છે.જેથી આપણે ઈન્ટરનેટ માટે રૂપિાય ચુકવવા પડે છે.


WhatsApp પરનો અગત્યનો મેસેજ Delete થઈ ગયો છે? તો ફિકર નોટ, આ Trickથી ફરી વાંચી શકાશે Delete મેસેજ


ઈન્ટરનેટ કેવી રીતે કામ કરે છે
મોટા ભાગના લોકો વિચારતા હશે કે આપણી ઉપર આકાશમાં કોઈ ઉપગ્રહ છે જેમાં ઈન્ટરનેટનો તમામ ડેટા સ્ટોર થાય છે.પરંતુ આવા વિચારતો હો તો તમે ખોટો છો.કેમ કે આ ટેક્નોલોજી જુની થઈ ગઈ છે.હવે તો ફાયબર ઓપ્ટીક કેબલનો જમાનો છે.એટલે ઈન્ટરનેટ ઉપગ્રહથી નહીં પણ કેબલથી ચાલે છે.જેથી હવે પહેલાની જેમ લોડિંગ કે બફરિંગની કોઈ અડચણ નથી આવતી.હવે માત્ર ક્લિક કરો એટલે તમને જોઈતી માહિતી તમારી સ્ક્રિન પર આવી જાય છે.

તમે રોજબરોજની જીંદગીમાં ઈન્ટરનેટનો ઉપયોગ તો કરતા હશો.એટલે હવે તમને સમજાઈ ગયું હશે ઈન્ટરનેટ એટલે શું.તે કેવી રીતે કામ કરે છે.અને તેના માટે તમારી પાસે કેમ રૂપિયા લેવામાં આવે છે.આજે ઈન્ટરનેટના વ્યાપ સાથે સેવા આપનારી કંપનીઓ પણ વધી રહી છે.આધુનિકરની હરિફાઈમાં ઈન્ટરનેટ એ પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube