નવા વર્ષે ગ્રાહકોને મળી શકે છે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtel ના Plans? મળી મોટી હિંટ
Vi 5G મોબાઈલ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. Vi પ્રાથમિક સ્તર પર 5G પ્લાન્સને Jio અને Airtelથી 15 ટકા સુધી સસ્તા કરી શકે છે. અમુક પ્રમુખ ટેલીકોમ ટેરિફ ટ્રેકર્સ મુજબ 5G ડેટાની કિંમતોમાં જલ્દીથી કડક કોમ્પિટીશન જોવા મળી શકે છે.
Vodafone Idea: માર્ચમાં Vodafone Idea (Vi) 5G મોબાઈલ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની સસ્તા પ્લાન્સ ઓફર કરીને બજારમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે અને Jio અને Airtel ના મુકાબલો કરવા માંગે છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, Vi પ્રાથમિક સ્તર પર 5G પ્લાન્સને Jio અને Airtelથી 15 ટકા સુધી સસ્તા કરી શકે છે. અમુક પ્રમુખ ટેલીકોમ ટેરિફ ટ્રેકર્સ મુજબ 5G ડેટાની કિંમતોમાં ટૂંક સમયમાં જોરદાર કોમ્પિટીશન જોવા મલી શકે છે.
75 શહેરોમાં શરૂ થશે સર્વિસ
Vodafone Idea (Vi) શરૂઆતમાં લગભગ 75 મુખ્ય શહેરોમાં 5G સેવા શરૂ કરનાર છે. આ શહેરોમાં તે ઈન્ડસ્ટ્રિયલ સેન્ટર્સ પર વિશેષ ધ્યાન આપશે, જ્યાં ડેટાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. Vi ના એક પ્રવક્તાએ આ લોન્ચની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે કંપની સસ્તા પ્લાન્સ ઓફર કરશે અને ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ સેવા આપવાનો પ્રયાસ કરશે. પ્રવક્તાએ એ પણ જણાવ્યું કે Viની પાસે પોતાના મુખ્ય બજારોમાં પર્યાપ્ત 5G સ્પેક્ટ્રમ છે, જેનાથી 4G કવરેજને હજું વધુ યોગ્ય બનાવવામાં આવશે અને 5G સેવાને ઝડપથી શરૂ કરવામાં આવશે.
સસ્તા પ્લાન્સ સિવાય Vodafone Idea પોતાના ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્કમાં પણ રોકાણ વધારવા પર વિચાર કરી રહ્યું છે. ઈન્ડરસ્ટ્રીઝના જાણકારોનું માનવું છે કે કંપની ડીલર કમીશન અને પ્રમોશનલ ખર્ચ વધારીને પોતાના પ્રતિદ્વંદ્વિયોથી 5Gના હાઈ વેલ્યૂવાળા યૂઝર્સને આકર્ષિત કરવા માંગે છે. જોકે Vodafone Idea એ સીધા આ રણનીતિઓ પર કઈ ટિપ્પણી કરી નથી, પરંતુ Jefferies ના આંકડાઓથી ખબર પડે છે કે કંપની પહેલાથી જ પોતાના સેલનો એક મોટો ભાગ (8.4% અથવા ₹3,583 કરોડ FY24 માં) ડીલર કમીશનના રૂપમાં આપે છે, જ્યારે Jio (3% અથવા ₹3,000 કરોડ) અને Airtel (4% યા ₹6,000 કરોડ) ની તુલનામાં આ હિસ્સો વધારે છે.
Vi CEO એ આપી હિંટ
જુલાઈ 2024માં Reliance Jio અને Airtel એ પોતાના 5G સેવાઓની કિંમત વધારી દીધી હતી. તેમણે યૂઝર્સને સૌથી મોંઘા બેસ પ્લાન્સ લેવા માટે કહેવામાં આવ્યું હતું, જેનાથી 5G સેવાઓ માટે સૌથી વધુ પૈસા કમાવી શકે. બીજી તરફ, Vodafone Idea ના સીઈઓ અક્ષય મુંદ્રાએ સંકેત આપ્યો હતો કે Vodafone Idea ની 5G બેસ પ્લાન્સની કિંમતો પ્રતિસ્પર્ધીઓથી ઓછી હશે. જોકે, છેલ્લો નિર્ણય લોન્ચ સમયે લેવામાં આવશે.
આ રણનીતિ દર્શાવે છે કે Vi ને પોતાના 4G કવરેજને સારું બનાવવાનું છે અને પ્રમુખ બજારોમાં 5G સેવા શરૂ કરવી છે જેથી ગ્રાહકોની સંખ્યા ઓછી ના થાય અને તે પ્રતિસ્પર્ધામાં ટકી શકે. સપ્ટેમ્બરના અંત સુધી Jio અને Airtel ના ક્રમશ; 148 મિલિયન અને 105 મિલિયન 5G યૂઝર્સ થઈ ગયા હતા, જે દર્શાવે છે કે Vodafone Idea ને એક કઠિન પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે.