નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે લોકોમાં પોતાના સારા ફોટો અને વીડિયો અપલોડ કરવાની હોડ રહે છે. લોકો ઇચ્છે છે કે વધુમાં વધુ લોકો તેમને ઓળખે, પરંતુ હાલમાં જ થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, લોકો ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram), અને ટ્વિટર (Twitter) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની સાચી ઓળખ છૂપાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Aadhaar પર એડ્રેસ અપડેટ કરવું થયું ખુબજ સરળ, mAadhaar Appથી ફટાફટ થઈ જશે કામ


1240 લોકો પર થયો સર્વે
1240 લોકો પર કરવામાં આવેલા આ સર્વેમાં સામે આવ્યું છે કે, લોકો સોશિયલ મીડિયા પર તેમનું સાચુ નામ, ફોટો અને પર્સનલ જાણકારી શેર કરવાથી દૂર રહે છે. આ જાણીને વિચિત્ર લાગશે કે નામ અને ફોટો વગરની પ્રોફાઇલ કેવી દેખાશે પરંતુ સ્ટડીના પરિણામો જણાવે છે કે લોકો તેમના વાસ્તવિક નામ અથવા ફોટાને બદલે કોઈ બીજા નામ સાથે પ્રોફાઇલ બનાવવા માંગે છે.


આ પણ વાંચો:- આ Web Browsersનો કરો છો ઉપયોગ તો થઈ જાઓ સાવધાન, Microsoftએ આપી ચેતવણી


દર 3 માંથી એક વ્યક્તિએ બનાવી ફેક પ્રોફાઇલ
પ્રખ્યાત સાયબર સિક્યુરિટી કંપની કાપરસ્કાય (Kapersky) દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર 76% ભારતીય વપરાશકર્તાઓ ફેસબુક (Facebook) પર પોતાની ઓળખ જાહેર કરવા માંગતા નથી. આ સિવાય યુટ્યુબ (Youtube) પર 60%, ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 47%, અને ટ્વિટર (Twitter) પર 28% પોતાનું સાચુ નામ અને ફોટો છુપાવવા માગે છે. એટલું જ નહીં, એશિયા પેસિફિક ક્ષેત્રના દર ત્રણ લોકોમાંથી એક વ્યક્તિએ સ્વીકાર્યું છે કે તેઓએ સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ જાળવી રાખી છે.


આ પણ વાંચો:- હવે યુટ્યૂબ પર નહીં કરી શકો અભદ્ર કોમેન્ટ, લોન્ચ થયું નવું ફીચર્સ 


કેમ છુપાવવા માગે છે લોકો તેમની ઓળખ?
રિપોર્ટ અનુસાર, જે લોકો પર સર્વે કરાવામાં આવ્યો તેમાંથી 59 ટકા લોકોનું કહેવું છે કે, તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સોશિયલ મીડિયા પર બીજા કોઈ નામનું એકાઉન્ટ વાપરે છે. આ લોકોને લાગે છે કે તેમ કરીને તેઓ કોઈ પણ ડર વિના સોશિયલ મીડિયા પર પોતાના દિલની વાત શેર કરી શકે છે. આમાંથી 53 લોકો કોઈ સીક્રેટ કામ કરવા માટે ફેક એકાઉન્ટ બનાવવા માંગે છે. આ લોકો કહે છે કે તેઓ તેમના મિત્રો અને સંબંધીઓને તેઓ શું કરી રહ્યા છે તે કહેવા માંગતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube