નવી દિલ્હીઃ સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આજના સમયમાં દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને તેના વગર રહેવું મુશ્કેલ છે. આપણે બેન્કિંગથી લઈને શોપિંગ સુધી ફોનનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય કોલિંગ, સોશિયલ મીડિયા સહિત અનેક કામ માટે ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં ફોન હંમેશા ચાર્જ રહે તે જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે 24 કલાક ફોનનો ઉપયોગ કરવા માટે તેને ફુલ ચાર્જ કરવો પડે છે. હંમેશા તે સવાલ પૂછવામાં આવે છે કે આખરે ફોનની બેટરી કેટલી ચાર્જ કરવી જોઈએ, જેથી ફોનની બેટરી જલદી ખરાબ ન થાય? સાથે શું 100 ટકા સુધી ફોનની બેટરી ચાર્જ થવા પર ફોનની બેટરી જલદી ખરાબ થવાની સંભાવના વધી જાય છે. 


ખરાબ થઈ શકે છે ફોનની બેટરી
મોબાઇલની બેટરી લીથિયમ આયનની બનેલી હોય છે. આ બેટરી તે સમયે સારી રીતે કામ કરે છે, જ્યારે તેનું ચાર્જિંગ 30થી 50 ટકા વચ્ચે હોય છે. જો તમે હંમેશા તેને 100 ટકા ચાર્જ કરશો, તો તમારા ફોનની બેટરી જલદી ખરાબ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Jio: એક વર્ષ સુધી રિચાર્જની ચિંતા નહીં, મન ભરીને માણો ઈન્ટરનેટ અને કોલિંગની મજા


બેટરીમાં 300થી 500 ચાર્જ સાઇકલ
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો લીથિયમ આયન બેટરીની લાઇફ 2થી 3 વર્ષની માનવામાં આવે છે. એક સ્માર્ટફોનની બેટરીમાં 300થી 500 ચાર્જ સાઇકલ હોય છે. તેનો અર્થ થયો કે ફોનની બેટરીને 300થી 500 વાર ઝીરોથી 100 ટકા સુધી ચાર્જ કરી શકાશે. 


બેટરી ચાર્જને મિડલ રેન્જમાં રાખો
બેટરી ચાર્જિંગ માટે એક સારી રીત છે કે બેટરી ચાર્જને મિડલ રેન્જમાં રાખો. વધુ બેટરી લેવલ જેમ કે 0 ટકા કે પછી 100 ટકા થવા પર ફોનની બેટરી જલદી ખરાબ થઈ જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube