Windows Users રહો સાવધાન! હેકર ઉપયોગ કરી રહ્યાં છે ખતરનાક માલવેર, આપોઆપ Deleat થઈ જશે ફાઈલો
આ માઇક્રોસોફ્ટની Windowsઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતી ફાઇલોને ઓવરરાઇટ કરી શકે છે. સુરક્ષા સંશોધકે તેના હુમલા માટે Sandworm ગ્રુપને જવાબદાર ગણાવ્યું છે. આ જૂથ સાયબર હુમલા માટે જાણીતું છે.
નવી દિલ્હીઃ સાયબર સિક્યોરિટી રિસર્ચરે એક માલવેર વિશે ખુલાસો કર્યો છે. આ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ ખતરનાક છે. તે વિન્ડોઝ ફાઇલને ઓવરરાઇટ કરે છે અને બધી ફાઇલોને કાઢી નાખે છે. આ સાયબર સિક્યુરિટી ફર્મ ESET દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ માઇક્રોસોફ્ટની Windowsઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતી ફાઇલોને ઓવરરાઇટ કરી શકે છે. સુરક્ષા સંશોધકે તેના હુમલા માટે Sandworm ગ્રુપને જવાબદાર ગણાવ્યું છે. આ જૂથ સાયબર હુમલા માટે જાણીતું છે.
હેકિંગ ટીમ પર એક્ટિવ ડિરેક્ટરી ગ્રૂપ પોલિસીની મદદથી નવા વાઈપર SwiftSlicerનો ઉપયોગ કરવાનો આરોપ છે. એકવાર એક્ઝિક્યુટ થઈ ગયા પછી, SwiftSlicer શેડો કૉપિને કાઢી નાખે છે અને સિસ્ટમમાં ફાઇલોને ઓવરરાઈટ કરે છે.
ફાઇલ ઓવરરાઇટ થયા પછી PC રીબૂટ થાય છે-
તે બિન-સિસ્ટમ ડ્રાઇવ્સમાં ફાઇલોને પણ ઓવરરાઇટ કરે છે. આ પછી કમ્પ્યુટર રીબૂટ કરે છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટી ફર્મ ESETને તાજેતરમાં યુક્રેનને નિશાન બનાવીને સાયબર એટેકની જાણકારી મળી હતી.
આ હુમલા માટે સેન્ડવોર્મને પણ જવાબદાર ગણવામાં આવ્યો હતો. આ સાયબર હુમલો 25 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો. નવો માલવેર પ્રોગ્રામ ગો પ્રોગ્રામિંગ ભાષામાં લખવામાં આવ્યો છે. ESET એ પણ ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે.
યુક્રેનની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-UA) અનુસાર, રશિયાના સેન્ડવોર્મે યુક્રેનની રાષ્ટ્રીય સમાચાર એજન્સી યુક્રીનફોર્મને નિશાન બનાવીને 5 વાઇપિંગ હુમલા કર્યા હતા. CERT-UA એ જણાવ્યું કે સમાચાર એજન્સીની સિસ્ટમમાં CaddyWiper, ZeroWipe, SDelete, AwfulShred અને BidSwipe વાઇપર વેરિઅન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.