નવી દિલ્લીઃ ઠંડીમાં કાર ચલાવતી વખતે, વિન્ડસ્ક્રીન પર વરાળ એકઠી થાય છે, જેના કારણે આગળનું દૃશ્ય ઝાંખું થઈ જાય છે. આ ટિપ્સથી મસ્યા થઈ જશે દૂર. ઠંડીમાં કાર ચલાવતી વખતે લગભગ દરેક કારચાલકને એક જ ચિંતા સતાવતી હોય છે કે વિન્ડશિલ્ડ પર વરાળ જામી જાય છે.  જ્યારે તમે કારની અંદર બેઠા હોવ ત્યારે કાર ગરમ થાય છે અને  જ્યારે બહારની ઠંડી હવા ગરમ વિન્ડસ્ક્રીનને અથડાય છે ત્યારે વરાળ જામી જાય છે જે સમયે કાર ચલાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. અમે તમને એવી કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ જેને ફોલો કરવાથી તમે આ સમસ્યામાંથી છુટકારો મળવી શકશો. 1. હીટર ચલાવો- કારની વિન્ડસ્ક્રીન પર વરાળ એકઠી થતાં જ તમારે કારનું હીટર ચાલુ કરી દેવું જોઈએ જેથી કારની અંદરનો ભેજ ખતમ થઈ શકે. કારની અંદરનું તાપમાન અમુક સમય માટે 40°C પર જાળવી રાખો. આમ કરવાથી, કારની અંદર રહેલો ભેજ 10 ગણો ઘટાડી શકાય છે. આ સિવાય કારની અંદર હવાના પ્રવાહ માટે એક બટન આપવામાં આવ્યું છે. જો તમારી કારમાં ક્લાઈમેટ કંટ્રોલ છે તો આ ફીચર ખૂબ જ મદદરૂપ છે. 2. ડિફોગર ચાલુ કરો- આવી સ્થિતિમાં, બહાર અને અંદરના તાપમાનને મિશ્રિત કરવા માટે, કારમાં આપવામાં આવેલા ડિફોગર બટનને દબાવો. આ બટન દબાવવા પર, સીધી હવા કારની વિન્ડસ્ક્રીન પર પડવા લાગે છે અને થોડી જ સેકન્ડોમાં થીજી ગયેલી વરાળ ઓગળવા લાગે છે અને દૃશ્ય સ્પષ્ટ થઈ જાય છે. 3. વિન્ડસ્ક્રીન સાફ રાખો- વિન્ડસ્ક્રીન પર વરાળ જામી જાય પછી, કારની અંદર અને બહાર હેન્ડપ્રિન્ટ્સ અને અન્ય હેન્ડપ્રિન્ટ્સ દેખાય છે એટલા માટે તમારી વિન્ડસ્ક્રીનને અંદર અને બહારથી સાફ રાખો. આ સિવાય પાણીથી વાઇપર્સ ચલાવવા અને ગ્લાસ ક્લીનરનો ઉપયોગ કરવો અહીં ખૂબ જ મદદરૂપ છે, તે વિન્ડસ્ક્રીનને સ્વચ્છ રાખે છે. 4. વિન્ડો ખોલો- આ વિકલ્પો ઉપરાંત બારીઓ ખોલી દેવી તે પણ એક ઉત્તમ વિકસ્પ છે. બારીઓ ખોલી દેવાથી  બહારનું તાપમાન ઝડપથી સરખું થવા લાગે છે અને કારની વિન્ડસ્ક્રીન પર એકઠી થયેલી વરાળ પણ ઓસરી જવા લાગે છે. જો તે ખૂબ જ ઠંડી હોય, તો આંશિક રીતે બારી ખોલીને પણ કરી શકાય છે. આ કારણે કારમાંથી ભેજવાળી હવા પણ બહાર આવે છે, જે વરાળનું સૌથી મોટું કારણ છે. 5. ધુમ્મસ વિરોધી પ્રોડક્ટ- વધુ ઠંડીમાં સમસ્યા વધુ હોય તો એન્ટી ફોગ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય. આ પ્રોડક્ટ ખાસ કરીને આ સમસ્યાનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યા છે. આને પ્રોડક્ટને કપડામાં લઈ વિન્ડસ્ક્રીન પર લગાવાનું હોય છે જ્યારે સુકાશે ત્યારે તે પોતાનું કામ કરવાનું શરૂ કરી દેશે. શેવિંગ ફોમ પણ મજબૂત જુગાડ છે. શેવિંગ ફોમને ગ્લાસ પર લગાવી 2 મિનિટ પછી તેને કોરા કપડાથી લુછી નાંખો. આમ કરવાથી વિન્ડસ્ક્રીન વરાળથી બચી જાય છે.