વાયરીંગમાં કેમ લાગે છે આગ, અત્યાર સુધીનું સૌથી મોટુ સત્ય આવ્યું સામે...ઉદ્યોગોએ સરકાર સામે મુકી આ માગ
69 ટકા આગની ઘટનાઓ માટે નબળી ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિકલ વાયર અને સાધનો જવાબદાર છે. લોકો ઘણીવાર આ મહત્વપૂર્ણ હકીકતની અવગણના કરે છે અથવા અજાણ હોય છે. પરંતુ તેના પરિણામો ઘાતક હોઈ શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેક વ્યક્તિએ ઘરના વાયરિંગમાં આગ લાગવાની ઘટનાનો સામનો કર્યો જ હશે. આગની મોટાભાગની ઘટનાઓનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે. પરંતુ આ શોર્ટ સર્કિટ કેવી રીતે થાય છે તે તમે કોઈ દિવસ જાણવાનો પ્રયાસ કર્યો છે?...આનું એક ખાસ કારણ છે અને તે કારણ નબળી ગુણવત્તા છે. આ વાત અમે નહીં પરંતુ ઇલેક્ટ્રિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે નબળી ગુણવત્તાના કારણે માત્ર આગની ઘટનાઓ જ નથી થતી પરંતુ તેના કારણે અમારી પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે ટકી નથી શકતી. તેમનું કહેવું છે કે ભારતીય ગુણવત્તાનો વિશ્વાસ પાયાના સ્તરે મજબૂત બનાવવો પડશે. જે વૈશ્વિક કંપનીઓને આકર્ષવામાં મદદ કરશે..
1) વાયરની ખરાબ ગુણવતા-
ઉદ્યોગનું કહેવું છે કે સ્થાનિક ઉત્પાદનોને વિશ્વસ્તરીય ગુણવત્તા સુધી લાવવા માટે સરકારે હસ્તક્ષેપ કરવો પડશે. સ્થાનિક બજારને પણ વધુ સારા ઉત્પાદનો અને સંબંધિત સેવાઓ પ્રદાન કરવાની જરૂર છે. જેથી નિર્ણાયક ઘટકોની આયાત ઘટાડવામાં મદદ મળશે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે. વધુ સારા ઉત્પાદનો વધુ સારી કાર્યક્ષમતા સુનિશ્ચિત કરાશે, જે ખર્ચમાં ઘટાડો કરશે અને નિકાસ સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે.
2) માપદંડ પર વિચારવાની જરૂર-
ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે ભારત હાલમાં મેક ઈન ઈન્ડિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આપણા દેશના ઉત્પાદનોના માપદંડ પર પુનર્વિચાર કરવાની તાતી જરૂર છે. ખાસ કરીને વિદ્યુત ઉદ્યોગ સંબંધિત ઉત્પાદનો પર.
3) PVC ઈન્સુલેટેડ વાયર પર લાગુ છે માપદંડ-
યુરોપ અને અમેરિકામાં પ્રચલિત હાલના માપદંડને ભારતીય બજારમાં સામેલ કરવાની અને તેને સખત રીતે લાગુ કરવાની જરૂર છે. જો કોઈપણ ઉત્પાદક આ માપદંડોનું પાલન ન કરે તો તેની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. દેશના કરોડો ઘરો અને ઓફિસોમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય વાયર અથવા કેબલના કિસ્સામાં BIS હજુ પણ માત્ર PVC ઈન્સ્યુલેટેડ વાયર પર નજર રાખે છે. આ પીવીસી ઈન્સ્યુલેટેડ વાયર માત્ર 70 ડિગ્રી સેન્ટીગ્રેડનો સામનો કરી શકે છે.
4) આગથી 50 લોકોના મૃત્યુ-
ઈલેક્ટ્રિકલ કન્સલ્ટન્સીના ક્ષેત્રમાં કામ કરતા અજિત કુલકર્ણી કહે છે કે લગભગ તમામ પ્રકારના વાયરમાં આગ ઈલેક્ટ્રીકલ ખામીના લીધે થાય છે. જેમાં નિરીક્ષણનો અભાવ હોય છે.. ભારત જેવા દેશો જ્યાં ઉનાળાની ઋતુમાં કેટલાક ભાગોમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, આગના કિસ્સામાં સલામતીની દ્રષ્ટિએ તે એક મોટું નકારાત્મક પરિબળ માનવામાં આવે છે. આ ઉપરાંત, આ પીવીસી ઈન્સ્યુલેશન ઝેરી ધુમાડો પણ ઉત્સર્જન કરે છે..આ ધુમાડો લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આવી ખતરનાક પરિસ્થિતિઓમાં વિદ્યુત આગને લીધે ભારતમાં દરરોજ 50 થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે.