Whatsapp થઈ જશે, વધુ ધાંસૂ, Facebook લાવી રહ્યું છે એકદમ નવું ફીચર
કંપની ભારતમાં કેટલાક સમથી વોટ્સએપ પર ચુકવણી ફીચરનું પરીક્ષણ કરી રહી છે.
નવી દિલ્હીઃ વોટ્સએપ પર ખોટી સૂચનાઓ અને સમાચારોને પ્રોત્સાહન આપવાને લઈને ઊંડાણપૂર્વકની તપાસનો સામનો કરી રહેલી ફેસબુકે કહ્યું કે, પોતાના ઇન્સટેન્ટ મોબાઇલ મેસેજિંગ પ્લેટફોર્મના 20 કરોડ વપરાશકારો માટે પીયર-ટૂ-પીયર ચુકવણી ફીચર શરૂ કરવા માટે સરકારની લીલીઝંડીની રાહ જોઈ રહી છે. વર્ષ 2018ના બીજા ક્વાર્ટરના પરિણામને જારી કરતા કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગે વિશ્લેષકોને જણાવ્યું કે, કંપની ભારતમાં થોડા સમયથી વોટ્સએપ પર ચુકવણી ફીચરનું પરીક્ષણ કરી રહી છે.
ઝકરબર્ગે કહ્યું, આ લોકોને એક-બીજાને પૈસા મોકલવા અને વધુ નાણાકીય સમાવેશમાં યોગદાન આપવાની એક સરળ રીત પ્રદાન કરે છે. તેને શાનદાર પ્રતિક્રિયા મળી છે. તમામ સંકેતો તે દર્શાવે છે કે સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ મોટા પાયે યૂઝર્સ તેનો ઉપયોગ કરશે. આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપે ચુકવણી ફીચરનું બિટા વર્ઝન આશરે 10 લાખ યૂઝર્સ માટે શરૂ કર્યું હતું. ભારતમાં બીટા વર્ઝનનું પરીક્ષણ કરનારા યૂઝર્સનું કહેવું છે કે, વોટ્સએપના ઇન્ટરફેસમાં સપોર્ટ કરનારી બેન્કની યાદી લાંબી છે અને વોટ્સએપના સેટિંગ મેનૂમાં ચુકવણી ફીચર દેખાડે છે.
ફેસબુકે કહ્યું કે, તમામ ટેક્નોલોજી ઉદ્યોગે એક સાથે આવવું જોઈએ તથા લોકોના ડેટાની સુરક્ષા કરવી જોઈએ. ફેસબુકના પ્રોડક્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર ડેવિડ બાસેર પ્રમાણે, અલગ-અલગ કંપનીઓ વિશે દરરોજ તેવા સમાચાર આવે છે કે લોકોનો ડેટા તેની પાસેથી ખોટા હાથમાં જતો રહ્યો છે.
બાસેરે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું, ભલે અમે ગુપ્તતા સુરક્ષાને લઈને પગલા ભરી રહ્યાં છીએ પરંતુ તેનો ઈરાદો પુરો નહીં થાય કારણ કે કંપનીઓ એકબીજા સાથે જોડાયેલી છે અને અમારા ટેક્નોલોજી ઈકોલોજી તંત્રને પરત ફેરવી શકાતું નથી. તેમણે કહ્યું, તેથી આપણે ડેટા પોર્ટેબિલિટીની વાસ્તવિકતાને બનાવવાના માપદંતો અને ઉચ્ચ પ્રથાઓ પર એકસાથે કામ કરવાની જરૂર છે. આ સાથે લોકોની પ્રાઇવસી અને સુરક્ષાને પ્રાથમિકતા બનાવવાની જરૂર છે. ફેસબુક, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ટ્વીટરે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે ઓપન સોર્સની પહેલા, જેને ડેટા ટ્રાન્સફર પરિયોજના (ડીટીપી) નામ આપવામાં આવ્યું છે, તેમાં સામેલ થઈ રહ્યાં છીએ.