Women Safety Gadgets: દિનપ્રતિદિન સમાજમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. એમાંય મહિલા સંબંધિત ગુનાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. જે સરકાર, પોલીસ તંત્ર, કાયદો વ્યવસ્થા અને સમાજ માટે મોટી ચિંતાનો વિષય છે. ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો પોલીટન સીટીમાં બહાર ગામથી કામકાજ માટે એકલી રહેતી યુવતીઓ કે અભ્યાસ અર્થે આવેલી યુવતીઓની સુરક્ષા હંમેશાથી સવાલોના ઘેરામાં રહી છે. ત્યારે આ આર્ટિકલમાં કેટલાંક એવા ગેજેટ્સ વિશે જાણીશું જે મહિલાઓને ઈમરજન્સી સમયે કામ લાગી શકે છે. કોઈપણ આપાતકાલિન સમયમાં જો મહિલાઓ પાસે આ ગેજેટ્સ હશે તો તેઓ પોતાનો બચાવ કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિશ્વમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો હંમેશા ઉભો થતો રહે છે. દરરોજ મહિલાઓ પર અત્યાચાર થયાના કિસ્સા સામે આવતા રહે છે. એટલા માટે આજે અમે તમને કેટલાક એવા ગેજેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાથે રાખીને મહિલાઓ હંમેશા સુરક્ષિત રહી શકે છે. અમે તમને ફક્ત તે જ ગેજેટ્સ વિશે માહિતી આપીશું જે ભારતમાં ઉપલબ્ધ છે.


Sound Grenade E-Alarm Personal Safety:
સાઉન્ડ ગ્રેનેડ એ બિન-ઘાતક ડિવાઇસ છે જે 120 db જેટલા મોટા અવાજે સાયરન સાથે આવે છે. તેનું વજન માત્ર 20 ગ્રામ છે. આ ગેજેટ 100 મીટરની અંદર કોઈપણ વ્યક્તિને એલાર્મ મોકલીને ચોરી, લૂંટ અને અન્ય ખતરનાક પરિસ્થિતિઓથી બચાવવા માટે એલર્ટ આપે છે.


Eyewatch SOS for women:
આ એક એવી એપ છે જે તમારા આસપાસના ઓડિયો અને વીડિયોને કેપ્ચર કરે છે અને એલર્ટ સંદેશાઓ સાથે તમારા રજિસ્ટર્ડ કોન્ટેક્ટ (registered conatcts) પર મોકલે છે. આ એપમાં સિક્યોરિટી ચેકનું ફીચર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત જો યૂઝર્સ સુરક્ષિત રીતે પોતાના સ્થાન પર પહોંચી જાય તો તે તેમની આસપાસના લોકોને એપ્લિકેશનમાં હાજર “I am Safe” બટન દબાવીને જાણ કરી શકે છે.


Safety Torch With Shock Effect:
શોક ઇફેક્ટ સાથે રિચાર્જ કરી શકાય તેવી સેફ્ટી ટોર્ચ પણ એક સારું ગેજેટ છે જે તમામ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી ગેજેટ બની શકે છે. આ ટોર્ચની LED માં છુપાયેલી ઇલેક્ટ્રિક ફ્લેશલાઇટ્સ મનુષ્યો પર ખૂબ જ મજબૂત અસર કરી શકે છે. તમામ મહિલાઓએ આ વ્યક્તિગત રક્ષણાત્મક ડિવાઇસ હંમેશા તેમના પર્સ અથવા બેગમાં રાખવું જોઈએ.


Safelet:
સેફેલેટ (Safelet) એ પહેરવા માટે યોગ્ય wearable gadget છે જે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ડિવાઇસની બાજુમાં બે બટન હોય છે, જેનો ઉપયોગ માતા-પિતાનો સંપર્ક કરવા અથવા અન્ય કોઈપણને સંદેશ મોકલવા માટે કરી શકાય છે. તેમાં વોઈસ રેકોર્ડિંગ ફીચર પણ ઉપલબ્ધ છે, આ માટે તે યુઝરના મોબાઈલ ફોન સાથે સિંક થઇ જાય છે. જોખમની સ્થિતિમાં તમે તરત એપ્લિકેશનમાંથી જ ઇમરજન્સી નંબર ડાયલ કરી શકો છો.


Pepper Spray Pistol:
કાળા મરી અથવા તેનો સ્પ્રે ઘણા વર્ષોથી મહિલાઓ માટે એક હથિયાર તરીકે કામ કરે છે. પરંતુ Pepper Spray Pistol એ મહિલાઓ માટે એક કાયદેસર રીતે માન્ય હથિયાર છે જેનો ઉપયોગ તેઓ સ્વરક્ષણ માટે કરી શકે છે. તે નિયમિત કાળા મરીના સ્પ્રે કરતા તદ્દન અલગ છે કારણ કે તેને આંખો પર સ્પ્રે કરવાની જરૂર હોતી નથી. તેને દૂરથી સ્પ્રે કરવાથી પણ જોરદાર અસર થાય છે.