જાણીતી કંપની હવે કર્મચારીઓ માટે ચિતરી રહી છે નવો અને અનોખો ચિલો
કોરોના કાળ અનેક પરિવર્તન લઈને આવ્યો છે. જેમાનું એક છે નોકરી કરવાનું સ્વરૂપ. વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ સર્વ સામાન્ય થયો. અને હવે આ જ કન્સ્પેક્ટ સ્વીડિશ ઓડિયો સ્ટ્રીમિંગ કંપની સ્પોટિફાઈ લઈને આવી છે. તેણે પોતાના કર્મચારીઓની ફ્લેક્સિબિલીટી અંગે વિચારવાનું શરૂ કર્યુ છે અને આગામી વર્ષોમાં આ વિચારને અમલમાં મૂકવાની તૈયારી થઈ રહી છે.
નવી દિલ્હીઃ કોરોના સમયમાં એક નવો ચીલી ચિતરાયો છે વર્ક ફ્રોમ હોમની નવી સિસ્ટમ અમલી બની છે આવા સમયે હવે અલગ અલગ મોટી કંપનીઓ પણ આ સિલસિલાને ચાલુ રાખવાની વિચારણા કરી રહી છે સાથે જ તેમાં થોડાક બદલાવ અને કર્મચારીઓની ફેક્સિબિલીટી જોવામાં આવી રહી છે. હવે સ્વીડિશ કંપની સ્પોટિફાઈ બહુ જ જબરદસ્ત બદલાવ લાવી રહી છે. જેમાં કંપનીના કર્મચારીઓ કોઈ પણ સ્થળ પરથી કામ આપી શકશે કોઈ પણ દેશ અને કોઈપણ ખૂણામાંથી. સ્પોટિફાઈનો આ પ્રયોગ મોટાપાયે સફળ રહ્યો તો આગામી સમયમાં દુનિયા આખીમાં કામના સ્થળને લઈને રહેલી એક કાયમી માન્યતા દૂર થઈ જશે. સ્પોટિફાઈ પોતાના કર્મચારીને ન માત્ર વર્ક ફ્રોમ હોમ પણ ગમે તે શહેર અને ગમે તે દેશથી કામ કરવા દેશે. એટલે કે કર્મચારી જ્યાંથી ઈચ્છે ત્યાંથી કામ કરી શકશે.
કર્મચારીઓનું ફોકસ કામ પર રાખવાનો એજન્ડા
કર્મચારીઓ વર્ક કલ્ચરમાં પૂર્ણ રીતે ફ્લેક્સિબલ રહી શકે તે માટે તે માટે આ ખાસ પ્લાન તૈયાર કરાયો છે. અને આ અંગે કંપનીએ પોતાના બ્લોગ પર લખ્યુ પણ છે. કર્મચારીઓ આરામથી પોતાનું કામ કરી શકે અને સરળતાથી ડેસ્ક પર પણ રહી શકે તે માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ કર્મચારીઓના કામને સરળ બનાવવા માટે કંપની જ તેમને આસપાસનું લોકેશન પણ આપશે જેથી કર્મચારીઓ પોતાની પસંદગીની જગ્યા પર કળશ ઢોળી શકે.
ભારતમાં પણ સ્પોટિફાઈ લોકપ્રિય
સ્પોટિફાઈ 32 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ ધરાવતી અને બહુ ઝડપથી લોકપ્રિય થતી ઓડિયો સ્ટ્રીમિંગ કંપની છે. સ્પોટિફાઈ પર ગીતો ઉપરાંત પોડકાસ્ટ સાંભળવા લોકો રોજે રોજ બમણી સંખ્યામાં જોડાઈ રહ્યાં છે. ત્યારે આટલી ઝડપથી સફળ થઈ રહેલી કંપની આ પદ્ધતિ અપનાવીને દેશની અન્ય આઈટી કે બ્રોડકાસ્ટ કે ડિજિટલી કામ કરતી કંપનીઓ માટે ઉદાહરણરૂપ સાબિત થઈ શકે છે. જો સ્પોટિફાઈનો આ કન્સેપ્ટ સફળ રહ્યો તો એ દિવસ દૂર નથી કે અન્ય મોટી કંપનીઓ પણ આ રસ્તે ચાલે અને તેમના કર્મચારીઓને પણ ફ્લેક્સિબિલીટી આપે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube