નવી દિલ્લીઃ કોરોના કાળમા વર્ક ફ્રોમ હોમનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. ઓફિસનું કામ ઘરેથી થઈ રહ્યું છે. આ સ્થિતિમાં આપણે ફક્ત Wi-Fi પર નિર્ભર રહેવું પડશે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઈન્ટરનેટની સ્પીડ ઘણી ઓછી થઈ જાય છે. જેના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને માસિક ફી ચૂકવ્યા પછી પણ ઈન્ટરનેટની સમસ્યાનો સામનો કરી રહ્યા છો.  તો અમે તમને એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી Wi-Fi રાઉટર દ્વારા ઈન્ટરનેટની સ્પીડ સુપરફાસ્ટ થઈ જશે. આવો જાણીએ આ ખાસ જુગાડ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઉટરની યોગ્ય જગ્યાથી મળે ફૂલ સ્પીડ-
તમારા Wi-Fi રાઉટરને સેટ કરવા માટે તમારા ઘરનું કેન્દ્ર સામાન્ય રીતે શ્રેષ્ઠ સ્થાન છે. પરંતુ આ સલાહ દરેક ઘર માટે યોગ્ય ન હોઈ શકે. તમે ક્યાં ઈન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરો છો તેના પર પણ આધાર રાખે છે. સૌથી અગત્યનું રાઉટર તમારા ઘરના સૌથી મહત્વપૂર્ણ વિસ્તારની મધ્યમાં મૂકવું જોઈએ. જ્યાં તમને સૌથી સ્પીડ જોઈતી હોય ત્યાં રાઉટરને કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કરો.


રાઉટરને ઊંચું ખુબ જરૂરી-
રાઉટરમાં તેમના સિગ્નલને નીચેની તરફ ફેલાવવાનું વલણ હોય છે. તેથી કવરેજ વધારવા માટે રાઉટરને શક્ય તેટલું ઊંચું રાખવાનો પ્રયાસ કરો. તેને ઊંચા બુકશેલ્ફ પર મૂકવાનો પ્રયાસ કરો અથવા તેને દિવાલ પર લગાવીને રાખવાથી ખુબ જ ફાયદો થાય છે.


રાઉન્ટરની નજીક મોટા ઈલેક્ટ્રોનિક સાધનો ના રાખો-
ઘરમાં અન્ય ઇલેક્ટ્રોનિક્સ અને મોટા ધાતુની વસ્તુઓ દૂર હોય તેવા સ્થાને રાઉટરને રાખવાનું પસંદ કરવું જોઈએ. તમારા રાઉટરની નજીકની દિવાલો, મોટા અવરોધો અને ઇલેક્ટ્રોનિક્સ સાધનો સિગ્નલમાં દખલ કરે છે. ઉદાહરણ તરીકે માઇક્રોવેવ્સ 2.4GHz બેન્ડમાં વધુ મજબૂત સિગ્નલ બહાર કાઢે છે, જે તમારું રાઉટર જે વાયરલેસ બેન્ડમાં કામ કરે છે તેમાંથી એક છે. જેથી આવા સાધનો રાઉટરથી દૂર રહે તેવા પ્રયાસ કરશો તો ઈન્ટરનેટની ફૂલ સ્પીડ મળી શકે છે.