ગરમી અને લાઇટ બિલમાં ટાઢક આપશે પાંખિયા વગરના ‘સીલીંગ ફેન’, જાણો ખાસિયતો
એક્ઝેલ ઈનોવેશન્સ વર્લ્ડવાઈડ ચેન્નાઈએ આજે ગુજરાતમાં તેની પ્રિમિયમ પ્રોડક્ટ `વિશ્વના એક માત્ર પાંખિયા વગરના સીલીંગ ફેન`ની રજૂઆત કરી છે.આ પ્રિમિયમ પ્રોડક્ટ કે જે EF34 બ્લેડલેસ સીલીંગ ફેન તરીકે ઓળખાય છે તે કાર્યક્ષમતાપૂર્વક ઘર અને વાણિજયીક એકમોમાં આરામદાયક પૂરવાર થશે.
અમદાવાદ: એક્ઝેલ ઈનોવેશન્સ વર્લ્ડવાઈડ ચેન્નાઈએ આજે ગુજરાતમાં તેની પ્રિમિયમ પ્રોડક્ટ "વિશ્વના એક માત્ર પાંખિયા વગરના સીલીંગ ફેન"ની રજૂઆત કરી છે. ચેન્નાઈના સિમાડે શ્રીપેરામ્બુદુરમાં ફેક્ટરીની સ્થાપના કરીને ત્યાં ભારતના સૌ પ્રથમ પાંખિયા વગરના સીલીંગ ફેનનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્રિમિયમ પ્રોડક્ટ કે જે EF34 બ્લેડલેસ સીલીંગ ફેન તરીકે ઓળખાય છે તે કાર્યક્ષમતાપૂર્વક ઘર અને વાણિજયીક એકમોમાં આરામદાયક પૂરવાર થશે. આ એકમ એક્ઝેલ ફેન્સ એલએલસી યુએસએ સાથેનું સંયુક્ત સાહસ છે.
આ ફ્લેગશીપ EF34 બ્લેડલેસ સીલીંગ ફેન એ એક માત્ર એવો સીલીંગ ફેન છે કે જે સમગ્ર ખંડમાં હવા પ્રસરાવે છે. આ ક્ષમતા એક્ઝેલ ફેનની સ્પીનીંગ ડીસ્ક બહારની તરફ 360 ડીગ્રીથી ફરતી હોવાના કારણે પ્રાપ્ત થાય છે. હવાની આ હેરફેરને કારણે Central Vortex પેદા થાય છે, જે છત ઉપર અને દિવાલો સહિત સમગ્ર ખંડમાં હવા પ્રસરાવે છે. હવાની આ અવર જવરને કારણે ફ્લોરથી સીલીંગ સુધી અને વૉલ ટુ વૉલ સુધી સંપૂર્ણ ટેમ્પરેચર સ્ટેબિલીટી પ્રાપ્ત થાય છે. આ પંખાઓ અત્યંત કાર્યક્ષમ તો છે જ, પણ સાથે સાથે રૂમમાં સંપૂર્ણ કુલીંગ થાય તેની ખાત્રી આપે છે.
એક્ઝેલ ઈનોવેશનના ડિરેક્ટર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતું કે "ભારતમાં હાઈ ક્વોલિટી અને ઈનોવેટીવ પ્રોડક્ટસની માંગ વધતી જાય છે અને ભારતના ગ્રાહકો આવા ઈનોવેશન અને ગુણવત્તા માટે નાણાં ચૂકવવા તૈયાર છે. અમે આ EF34 બ્લેડલેસ ફેન ગુજરાતમાં રજૂ કર્યો છે. અમારૂં સંશોધન દર્શાવે છે કે દેશના આ ભાગમાં હાઈટેક અને ગુણવત્તા ધરાવતા પંખાઓની ભારે માંગ છે. અમે ભવિષ્યમાં ઘણી એડવાન્સ્ડ પ્રોડક્ટસ રજૂ કરીશું."
આ અંગે વધુ વિગત આપતાં સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતું કે "એક્ઝેલ ફેન્સ પેટન્ટેડ 360 ડીગ્રી લેમીનાર એર ફ્લો ધરાવે છે, જે વોર્ટેક્સનું નિર્માણ કરીને ફેન ઈન્ડસ્ટ્રીમાં અગાઉ ક્યારેય જોવા ના મળી હોય તેવી અજોડ આરામદાયકતા અને કાર્યક્ષમતા પૂરી પાડે છે."
વિજળીના વપરાશમાં થતી બચતની વાત કરીએ તો એક્ઝેલ ફેન્સ સમગ્ર વર્ષ દરમ્યાન બચત અને આરામદાયકતા આપે છે અને તમારી HVAC સિસ્ટમના લોડમાં 38 ટકા જેટલો ઘટાડો કરવામાં મહત્વનું પરિબળ બની રહે છે. પ્રતિષ્ઠીત ઈન્ડિયાના એન્જીનિયરીંગ યુનિવર્સિટી, અમેરિકાએ એક્ઝેલ ફેનનું જથ્થાત્મક વિશ્લેષણ કર્યું છે. અમારી શ્રીપેરામ્બદુર ખાતે આવેલી ફેક્ટરી કોમર્શિયલ ઉદ્યોગની ક્ષમતાને પહોંચી વળવા માટે સક્ષમ છે. અમે ભારતમાં મોટા કન્સ્ટ્રક્શન્સ, જંગી રેસિડેન્શિયલ પ્રોજેક્ટસ, એરપોર્ટસ, નવી બંધાતી હોટલો અને ઘણાં બધાં સ્થળોને લક્ષમાં રાખીને ઉત્પાદન કરી રહ્યા છીએ."