નવી દિલ્હીઃ મહિન્દ્રા ગ્રૂપ (Mahindra & Mahindra)ની કંપની પિનિનફેરિના (Pininfarina)એ જીનેવા ઈન્ટરનેશનલ મોટર શોમાં વિશ્વની સૌથી શક્તીશાળી અને ઝડપી કાર લોન્ચ કરી છે. આ કારનું નામ છે Batista Electrica Hyper Car. ઝડપની બાબતમાં આ કાર ફોર્મ્યુલા વન કાર કરતા પણ બમણી ઝડપે દોડે છે. તે 100 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર બે સેકન્ડમાં જ પ્રાપ્ત કરી લે છે. માત્ર 12 સેકન્ડમાં આ કાર 300 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે તમે એ વિચારતા હશો કે તો પછી આની મહત્તમ સ્પીડ કેટલી હશે? આ કારની મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિકલાક છે. સૌથી મોટી અને તમને આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે આ કાર પેટ્રોલ કે ડીઝલથી ચાલતી નથી, પરંતુ ઈલેક્ટ્રિક કાર છે. મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે આ કારના માત્ર 150 મોડલ બનાવવામાં આવશે. ત્યાર બાદ તેને તૈયાર કરાશે નહીં. 


પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમમાં પડી જવાય એવી આ આકર્ષક કારની ડિઝાઈન છે. તેનાં ફીચર્સ પણ એવા અફલાતૂન છે કે જે કોઈ જૂએ તેના મોઢામાંથી વાહ નિકળ્યા વગર રહે નહીં. જીનેવા મોટર શોમાં જ્યારે આ કાર લોન્ચ કરવામાં આવી ત્યાર બાદ આ કારને જોનારા મુલાકાતીઓની સંખ્યા સૌથી વધુ હતી. 


[[{"fid":"205389","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]



આ કારની શક્તિ એટલે કે બ્રેક હોર્સ પાવર 1900 bhp છે, જે ફોર્મ્યુલા વન કારની સરખામણીએ બમણી શક્તી ધરાવે છે. પિનિનફેરિનાના સીઈઓ માઈકલ પર્સચકેએ જણાવ્યું કે, "આ કાર તાકાતની બાબતે લોકોની ઈચ્છાઓ પુરી કરશે. આ કાર એ દલીલોનો પણ જવાબ છે કે, હાઈ પરફોર્મન્સ અને ઈલેક્ટ્રિક કાર એક સાથે એવી શકે નહીં."



જીનેવા ઈન્ટરનેશનલ મોટર શોમાં આ ઉપરાંત રિમેકની કન્સેપ્ટ 'ટૂ કાર' અને ટેસ્લાની 'રોડસ્ટાર'ને પણ રજૂ કરવામાં આવી છે. જોકે, બતિસ્ટાની ટક્કરની એક પણ કાર હજુ સુધી રજૂ થઈ નથી. આ કાર બનાવનારી કંપની પિનિનફેરિના માત્ર એક વર્ષ જૂની છે. ઓટોશોમાં આ કારની દરેક લોકોએ પ્રશંસા કરી હતી.