Worlds Fastest SUV Car: હવા સાથે વાત કરે છે દુનિયાની સૌથી ફાસ્ટ SUV! લુક જોઈને થઈ જશો આકર્ષિત
Aston Martin: વિશ્વભરમાં સુંદર દેખાતી લક્ઝરી કાર બનાવતી કંપની એસ્ટોન માર્ટિને વિશ્વની સૌથી ઝડપી SUV પરથી પડદો ઉઠાવી લીધો છે. તેનું નામ DBX707 રાખવામાં આવ્યું છે. આ કાર સ્માર્ટ ઓટોમેટિક ઓલ-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ સાથે આવે છે. કંપનીએ આ SUV ઈન-હાઉસ તૈયાર કરી છે, જે પાવરફુલ 4.0-લિટર V8 એન્જિન સાથે આવે છે. આ એન્જિન 707PS પાવર અને 900Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
નવી દિલ્લીઃ વિશ્વભરમાં સુંદર દેખાતી લક્ઝરી કાર બનાવતી કંપની એસ્ટોન માર્ટિને વિશ્વની સૌથી ઝડપી SUV પરથી પડદો ઉઠાવી લીધો છે. તેનું નામ DBX707 રાખવામાં આવ્યું છે. આ કાર સ્માર્ટ ઓટોમેટિક ઓલ-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ સાથે આવે છે. કંપનીએ આ SUV ઈન-હાઉસ તૈયાર કરી છે, જે પાવરફુલ 4.0-લિટર V8 એન્જિન સાથે આવે છે. આ એન્જિન 707PS પાવર અને 900Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તમને જણાવી દઈએ કે હાઈસ્પીડવાળી આ SUV માત્ર 3.3 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.
બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા માર્કી એસ્ટન માર્ટિને તેની નવી SUV કારનું અનાવરણ કર્યું છે. જેનું નામ DBX 707 રાખવામાં આવ્યું છે. આ કારને દુનિયાની સૌથી પાવરફુલ લક્ઝરી SUV કાર ગણાવામાં આવે છે. Aston Martin DBX707 પાવરફુલ એન્જિન સાથે આવે છે, જે 697 HP પીક પાવર ઉત્પન્ન કરે છે, જેની મદદથી કાર માત્ર 3.3 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી શકે છે. Aston Martin DBX707 SUV કારની કિંમત 2.32 લાખ ડોલર છે. કંપની આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેનું ઉત્પાદન શરૂ કરી શકે છે. Aston Martin DBX707ના એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં 4.0 લીટરનું V8 એન્જિન છે, જે 697 hpનો પાવર જનરેટ કરે છે. ઉપરાંત, તે 900 Nmનો ટોર્ક ઉત્પન્ન કરી શકે છે. કંપનીએ આમાં ક્વોડ એક્ઝિટ એક્ટિવ એક્ઝોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. એસ્ટન માર્ટિન DBX707 SUV કારમાં સ્ટાન્ડર્ડ 22-ઈંચ વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે વપરાશકર્તાઓ તેમની સુવિધા અનુસાર 23-ઈંચના વ્હીલ્સને પણ પસંદ કરી શકે છે. Aston Martin DBX707 લક્ઝરી SUV કાર Porsche Cayenne Turbo GT અને Lamborghini Urus સાથે સ્પર્ધા કરશે.