માત્ર 10 મિનિટમાં 100% ચાર્જ થશે તમારો સ્માર્ટફોન, આ કંપની લાવી રહી છે દમદાર ચાર્જર!
Xiaomi એ સ્માર્ટફોન યૂઝર્સની ચાર્જિંગની સમસ્યાને ધ્યાનમાં રાખતા એક નવી ટેકનીકની શોધ કરી છે. હવે આ ટેકનીકથી ફોન માત્ર 10 મિનિટમાં ચાર્જ કરી શકાશે.
નવી દિલ્હીઃ આજના સમયમાં બધા ઈચ્છે છે કે તેના ફોનની બેટરી લાંબી ચાલે. દિવસભરની દોડાદોડીમાં એવો સમય આવે છે કે તમે પોતાના ફોનને વારંવાર લાંબા સમય સુધી ચાર્જિંગ માટે ન રાખી શકો. મોંઘા સ્માર્ટફોનમાં બેટરીનો વપરાશ વધુ થાય છે અને યૂઝર્સે મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. આ સમસ્યાના સમાધાન માટે કેટલીક મોબાઇલ કંપનીઓ ચાર્જિંગ પર કામ કરી રહી છે. ખબર છે કે એક કંપનીએ ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમની ટેક્નોલોજી શોધી છે. તેનાથી હવે સ્માર્ટફોનની બેટરીને ખુબ જલદી ચાર્જ કરી શકાશે. હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ ચાઇનીઝ કંપની Xiaomi વિશે. Xiaomi એ એવી રીત શોધી છે જેથી તમારા ફોનને માત્ર 10 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાશે.
ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે Xiaomi
આધુનિક સમયમાં જે રીતે લોકો મોબાઇલનો ઉપયોગ કરી રહ્યો છે તેને હવે ફાસ્ટ ચાર્જિંગની જરૂર છે. Xiaomi એ એવા લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખતા એક નવી ટેકનીકની શોધ કરી છે. જાણકારી પ્રમાણે Xiaomi કંપની 200W ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે. શાઓમી જો આ ટેકનીક પર સફલતા હાસિલ કરી લે છે તો તે સ્માર્ટફોનના ક્ષેત્રમાં એક ક્રાંતિ લાવી શકે છે.
આ પણ વાંચોઃ આ પ્રીપેડ પ્લાનમાં મળશે 270GB હાઈ-સ્પીડ ડેટા, છ મહિના સુધી નહીં કરવું પડે રિચાર્જ
વાયરલેસ ચાર્જર લાવવાનો પ્લાન
કંપનીની ગ્રાહકોને 200W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ આપવાની યોજના છે. મહત્વનું છે કે આ પહેલા કંપનીએ Mi 10માં 120W વાયર્ડ ચાર્જિંગ સિસ્ટમ આપી હતી. Xiaomi ફાસ્ટ ચાર્જિંગ સિવાય ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube