શાઓમીએ ભારતમાં પોતાના Mi LED TV 4 Pro 55-ઇંચની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે સ્માર્ટ ટીવીની શરૂઆત કિંમત હવે 47,999 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે પહેલાં તેની કિંમત 49,999 રૂપિયા હતી. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે Mi સ્માર્ટ TVની કિંમતમાં સેમસંગ દ્વારા ભારતમાં 4K UHD સ્માર્ટ TV ની નવી રેંજ રજૂ કર્યા બાદ કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા અવતારમાં લોન્ચ થઇ Honda ની આ 4 બાઇક્સ, કિંમત 47110 રૂપિયાથી શરૂ


એવામાં સમજી શકાય છે કે શાઓમી દ્વારા કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તે સેમસંગના નવા 55-ઇંચ 4K સ્માર્ટ TV સાથે મુકાબલા માટે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી શાઓમી કોઇપણ સંભવિત પ્રતિસ્પર્ધાથી બચી શકે. શાઓમીના ઇન્ડિયા ચીફ મનુ કુમાર જૈને ટ્વિટર પર કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. જૈને ટ્વિટમાં લખ્યું છે કે દુનિયાના સૌથી પતળા એંડ્રોઇડ ટીવી Mi LED TV 4 PRO 55 હવે 47,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં ગૂગલ અસિસ્ટેંટનો પણ સપોર્ટ મળે છે જ્યારે સેમસંગના નવા સ્માર્ટ ટીવીમાં ગૂગલ અસિસ્ટેંટનો સપોર્ટ આપવામાં આવ્યો નથી. 

ફરી ઘટ્યા સેમસંગના આ બજેટ સ્માર્ટફોનના ભાવ, હવે આટલામાં ખરીદો


શાઓમી Mi LED TV 4 Pro ઇંચને ભારતમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેની પહેલું વેચાણ ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવી હતી. આ પહેલીવાર છે જ્યારે આ પ્રોડક્ટની કિંમત ઘટાડવામાં આવી છે. બદલાયેલી કિંમતમાં તમે આ ટીવીને ફ્લિપકાર્ટ અને એમઆઇની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

એક સમયે હોટલમાં ધોતા હતા વાસણ, આજે છે પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ


Mi TV 4 Pro 55 માં 55-इंच 4K HDR ફ્રેમલેસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને તેની થિકનેસ ફક્ત 4.9mm છે. તેમાં DTS-HD ની સાથે 20W સ્ટીરિયો સ્પીકર, 7th જનરેશન ઇમેજિંગ ટેક્નોલોજી સાથે AmLogic 64-બિટ ક્વોડ-કોર પ્રોસેસર અને Mali-450 ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે. બીજા સ્પેસિફિકેશન્સની વાત કરીએ તેમાં 2GB રેમ, 8GB ઇનરલ સ્ટોરેજ, બ્લૂટૂથ 4.2, સિંગલ-બેંડ Wi-Fi (2.4GHz) અને ઇથરનેટ. આ ઉપરાંત ત્રણ HDMI પોર્ટ્સ, 2 USB પોર્ટ અને એક S/PDIF પોર્ટ પણ ઉપલબ્ધ છે. શાઓમી Mi LED TV 4 Pro ગૂગલના એંડ્રોઇડ ટીવી પ્લેટફોર્મ પર બેસ્ડ છે અને તેમાં ગૂગલ પ્લે સ્ટોરની સાથે-સાથે બિલ્ટ-ઇન ક્રોમાકાસ્ટ પણ સપોર્ટ આપવામાં આવ્યું છે.