નવી દિલ્હીઃ શાઓમીએ થોડા દિવસ પહેલાં 43 ઇંચનું  Mi TV E43K લોન્ચ કર્યું હતું. કંપનીએ હવે 32 ઇંચનું Mi TV Pro લોન્ચ કર્યું છે. શાઓમીનું નવું મોડલ Mi TV Pro સિરીઝ હેઠળ આવ્યું છે જે બેઝલ લેસ ફુલ સ્ક્રીન ડિવાઇઝની સાથે પાછલા વર્ષે લોન્ચ કર્યું હતું. શાઓમીનું 32 ઇંચનું આ ટીવી ખુબ સસ્તું છે. ચીનમાં લોન્ચ થયેલા ટેલિવિઝનની કિંમત 899 યુઆન (આશરે 9500 રૂપિયા) છે. એટલે કે શાઓમીનું આ નવું ટીવી 10 હજાર રૂપિયાથી સસ્તું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોઇસ કંટ્રોલને સપોર્ટ કરે છે શાઓમીનું આ ટીવી
શાઓમીનું 32 ઇઁચ વાળુ  Mi TV Pro માં 32 ઇંચની ફુલ-સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે, જે યૂઝર્સને શાનદાર વ્યૂઇંગ અનુભવ આપે છે. શાઓમીના આ ટેલિવિઝનમાં  60Hz રિફ્રેશ રેટની સાથે 1080 પિક્સલનું રેઝોલૂશન આપવામાં આવ્યું છે. આ ટીવીની સ્ક્રીનમાં અલ્ટ્રા-હાઈ સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો આપવામાં આવ્યો છે. શાઓમીનું આ ટીવી બિલ્ટ-ઇન XiaoAI વોઇસ આસિસ્ટન્સ સાથે આવે છે. તેમાં 12 કી બ્લૂટૂથ રિમોટ કંટ્રોલ આપવામાં આવ્યું છે, જે વોઇસ કંટ્રોલને સપોર્ટ કરે છે. 


Vivo Y70s 5G સ્માર્ટફોન થયો લોન્ચ, ટ્રિપલ રિયર કેમેરા અને 4500mAh બેટરી છે ખાસિયત


ટીવીમાં આપવામાં આવ્યું છે 8જીબી ઇન્ટરનલ સ્ટોરેલ
શાઓમીનું આ 32 ઇંચનું ટીવી કોડ-કોર CPUથી લેસ છે. શાઓમીના આ નવા સ્માર્ટ ટીવીમાં 1 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. શાઓમીના 32 ઇંચ વાળા  Mi Smart TV Pro માં 6W ના 2 સ્પીકર આપવામાં આવ્યા છે. આ સિવાય ટીવીમાં બ્લૂટૂથ  4.0, 2.4GHz WiFi, પેચવોલ અને ડીટીએસ ડીકોડર આપવામાં આવ્યું છે. ઇટરફેસ માટે શાઓમીના આ ટીવીમાં યૂએસબી પોર્ટ, 2 HDMI પોર્ટ, એક એવી ઇનપુટ અને એક એન્ટીના પોર્ટ આપવામાં આવ્યો છે. આ ટેલિવિઝનને તમે દીવાલમાં લગાવી શકો છો અથવા સ્ટેન્ડ પર રાખી શકો છો. પરંતુ શાઓમીએ તે જણાવ્યું નથી કે આ ટીવી ક્યારે અન્ય માર્કેટમાં ઉપલબ્ધ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર