નવી દિલ્હી: Xiaomi ની Redmi Note સીરીઝ ભારતમાં ખૂબ પોપુલર છે. આ વખતે પણ Redmi Note 8 સીરીઝ આ પ્રકારે જ પોપુલર થઇ છે. તાજેતરમાં જ કંપનીએ Redmi Note 8 અને Redmi Note 8 Pro નું વેચાણ ઓપન સેલમાં કરવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi ના Redmi  Note 8 Pro માટે એક નવું હાર્ડ કેસ લોન્ચ કર્યું છે. તેની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી છે. તેમાં ડુઅલ બ્લેક ફિનિશ આપવામાં આવી છે. તેને Mi.com પરથી ખરીદી શકાય છે.  


Mi Matte Hard Case માં ડુઅલ બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે પતળી રેડ લાઇન છે. આ હાર્ડ કેસનો ઉપરનો ભાગ ગ્લોસી બ્લેક લાગી રહ્યો છે અને અહીં કેમેરા કટઆઉટ આપવામાં આવ્યો છે. નીચેના ભાગમાં ટેક્ચર્ડ ફિનિશ મેટ આપવામાં આવ્યું છે. 


Xiaomi ના અનુસાર Mi Matte Hard Case યૂઝરને સારી ગ્રિપ આપશે અને ફોન હોલ્ડ કરવામાં સરળતા રહેશે. બોક્સમાં પણ કંપની એક કવર આપે છે. પરંતુ આની ક્વોલિટી તેનાથી સારી હશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે Redmi Note 8 Pro માં ચાર કેમેરા આપવામાં આવ્યા છે અને આ કવરમાં પણ કેમેરા અને એલઇડી ફ્લેશ મોડ્યૂલનું કટઆઉટ આપવામાં આવ્યું છે. કંપનીએ થોડા દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે હવે Redmi Note 8 અને Note 8 Pro ને ઓપન સેલમાં Amazon India અને Mi.com પરથી ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન્સ ભારતમાં ઓક્ટોબરમાં લોન્ચ થયો હતો અને ત્યારથી તેને ફ્લેશ સેલ હેઠળ વેચવામાં આવતો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube