નવી દિલ્હી: ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમી (Xiaomi)એ સ્માર્ટ ટીવીની નવી રેન્જ લોન્ચ કરી છે. કંપનીએ જે સ્માર્ટ ટીવીને લોન્ચ કર્યા છે તેમના નામ Mi TV 4C, Mi TV 4X અને Mi TV 4S છે. આ સ્માર્ટ ટીવીના ડિસ્પલેની સાઈઝ 32 ઈંચથઈ 55 ઈંચ સુધી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે તેની કિંમત 10,600 રૂપિયાથી લઈને 35,100 રૂપિયા સુધી હોઈ શકે છે. કંપનીએ ટીવીના પ્રી બુકિંગની પણ શરૂઆત કરી દીધી છે. તેની ડિલીવરી 31મે સુધીમાં શરૂ થઈ જશે. આ દિવસે શાઓમીનું એન્યુઅલ પ્રોડક્ટ  લોન્ચ પણ છે. જેમાં શાઓમી Mi 8 અને MIUI 10ના લોન્ચ થવાની આશા છે. અત્રે જણાવવાનું કે કંપનીએ ચારેય સ્માર્ટ ટીવીને હાલ ચીનના બજારમાં લોન્ચ કર્યા છે. જો કે તે ભારતીય બજારોમાં ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mi TV 4C
32 ઈંચવાળા Mi TVB 4Cને શાઓમીએ ચીનમાં 999 યુઆન (લગભઘ 10,600) રૂપિયામાં શોકેસ કર્યું છે. જેમાં 1366x768 રિઝોલ્યુશન વાળી એચડી પેનલ છે. તે 178 ડિગ્રીનો વ્યૂઈંગ એંગલ આપે છે. ટીવીમાં એઆરએમ એડવાન્સ્ડ મલ્ટી કોર પ્રોસેસર છે. તેની 1.5 ગીગા હર્ટ્ઝની સ્પીડ છે. જેમાં એક જીબી રેમ, 4 જીબીનો ઓનબોર્ડ સ્ટોરેજ છે. કનેક્ટિવિટી માટે તેમાં બે એચડીએમઆઈ પોર્ટ, એક એવી પોર્ટ, અને યુએસબી પોર્ટ આપવામાં આવ્યાં છે.


Mi TV 4S
Mi TV 4Sને કંપનીએ 43 ઈંચ અને 55 ઈંચની બે સાઈઝમાં લોન્ચ કર્યુ છે. 43 ઈંચવાળા મોડલની ચીનમાં કિંમત 1799 યુઆન (લગભગ 19,100 રૂપિયા) રાખવામાં આવી છે. તે 4કે એચડી ડિસ્પલે સાથે આવે છે. 60 હર્ટ્ઝના રીફ્રેશ રેટવાળા આ ટીવીનો 178 ડિગ્રીનો વ્યૂઈંગ એંગલ છે. ક્વાડ કોર પ્રોસેસરવાળા આ ટીવીમાં 1 જીબી રેમ અને 8 જીબીનો સ્ટોરેજ છે. એ જ રીતે 55 ઈંચવાળા વેરિયેન્ટમાં 1 જીબી રેમ અને 8 જીબીની ઈન્ટરનેલ સ્ટોરેજ છે. કંપનીએ તેની કિંમત 3299 યુઆન (લગભગ 35,100) રૂપિયા નક્કી કરી છે.


Mi TV 4X
Mi TV 4X 55 ઈંચની સ્ક્રીનમાં આવે છે, તેની કિંમત 2,799 યુઆન (લગભગ 29,800 રૂપિયા) છે. 384 x 2160 પેનલવાળા આ ટીવીમાં 4કે એચડીઆર છે. એઆઈ બેઝ્ડ રેકોગ્નાઈઝેશન સિસ્ટમ સાથે આવનારા આ ટીવીમાં 64 બિટનો ક્વાડ-કોર પ્રોસેસર છે. આ ટીવીમાં 2 જીબીની રેમ અને 8 જીબીનો ઈન્ટરનલ સ્ટોરેજ છે. ક્નેક્ટિવિટી માટે તેમાં એચડીએમઆઈ પોર્ટ, યુએસબી પોર્ટ અને એવી ઈનપુટ આપવામાં આવેલા છે.