નવી દિલ્હીઃ Xiaomi આજે યૂઝર્સો વચ્ચે એક લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે અને કંપની દરેક સેગમેન્ટના સ્માર્ટફોન બજારમાં ઉતરી ચુકી છે. તો હવે જલદી શાઓમીના ફોલ્ડેબલ ફોન પણ બજારમાં જોવા મળશે. પાછલા દિવસોમાં કંપની તરફથી ખુલાસો કરવામાં આ્યો હતો કે તે હવે ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે અને વર્ષ 2021માં તેના પરથી પડદો ઉઠી શકે છે. ત્યારબાદ બજારમાં રહેલ હાલના ફોલ્ડેબલ ફોનને મોટી ટક્કર મળી શકે છે. અત્યાર સુધી સેમસંગ અને મોટોરોલાના ફોલ્ડેબલ ફોન જોવા મળ્યા છે. હવે શાઓમી આ લિસ્ટમાં સામેલ થવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DSCC ના સીઈઓ Ross Young નું કહેવુ છે કે શાઓમી વર્ષ 2021માં એક બે નહીં પરંતુ એક સાથે ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જે ડિઝાનના મામલામાં ખુબ અલગ હશે. તેમાં આઉટ ફોલ્ડિંગ, ઇન ફોલ્ડિંગ અને ક્લેમશેલમાં ખુબ અલગ તથા ખાસ ડિઝાઇન જોવા મળશે. રિપોર્ટ અનુસાર શાઓમી પોતાના ફોલ્ડેબલ ફોનમાં સેમસંગ અને એલજી ડિસ્પ્લેનો ઉપયોગ  OLED પેનલ માટે કરી શકે છે. પરંતુ હજુ આ વિશે વધુ જાણકારી સામે આવી નથી. 


આ પણ વાંચોઃ Reliance Jioનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન, 399 રૂપિયામાં 75GB ડેટા, ફ્રી કોલિંગ


મહત્વનું છે કે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે શાઓમીએ પોતાના ફોલ્ડેબલ ફોન માટે પેટેન્સ ફાઇલ કરી દીધી છે. જેમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળશે. જો કે આગળની તરફ રોટેટર થઈને ફ્રંટ કેમેરો પણ કામ કરશે. એટલે કે યૂઝર્સ એક કેમેરાથી રિયર અને સેલ્ફી કેમેરાની મજા માણી શકશે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે શાઓમીના ફોલ્ડેબલ ફોનમાં કેમેરો Galaxy A80 અને  Asus 6Zની સમાન હોઈ શકે છે. અત્યાર સુધી સત્તાવાર રીતે શાઓમીએ પોતાના ફોલ્ડેબલ ફોનની લોન્ચ ડેટ અને ફીચર્સને લઈને કોઈ ખુલાસો કર્યો નથી એટલે યૂઝર્સે હજુ થોડી રાહ જોવી જોઈએ. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube