Xiaomiએ લોન્ચ કર્યાં Mi 10, Mi 10 Pro, જાણો કિંમત અને ખાસિયત
ચીની સ્માર્ટફોન કંપની Xiaomiએ Mi 10 અને Mi 10 Pro લોન્ચ કરી દીધા છે. હાલમાં તેને ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની Xiaomiએ Mi 10 અને Mi 10 Pro લોન્ચ કરી દીધા છે. હાલમાં તેને ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે. Mi 10 માં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ બંન્ને સ્માર્ટફોન Android 10 બેસ્ડ Xiaomiની કસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
Xiaomi Mi 10ને ત્રણ વેરિએન્ટની સાથે રજૂ કર્યાં છે. બેસ વેરિએન્ટમાં 8 જીબી રેમની સાથે 128GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે, બીજા વેરિએન્ટમાં 8GB રેમની સાથે 256GBની મેમરી છે. જ્યારે Mi 10ના ટોપ વેરિએન્ટમાં 12 જીબી રેમની સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.
Mi 10 Pro આ સિરીઝનું પ્રીમિયર વર્ઝન છે. Mi 10 Proના બેસ વેરિએન્ટમાં 8GB રેમની સાથે 256GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. બીજા વેરિએન્ટમાં 8GB રેમની સાથે 256GBનું સ્ટોરેજ છે, જ્યારે ટોપ મોડલમાં 12જીબીની સાથે 512GBની મેમરી આપવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube