Xiaomi જલદી ભારતમાં લોન્ચ કરશે Mi 11 Lite NE, ફોનમાં મળશે આકર્ષક ફીચર્સ અને ખાસ સુવિધા
Mi 11 Lite NE હેન્ડસેટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G ચિપસેટની સાથે આવી શકે છે. સંભાવના છે કે Mi 11 Lite NE, Mi 11 Lite 5G ની સમાન હાર્ડવેયરનો ઉપયોગ કરી શકે છે.
નવી દિલ્હીઃ Xiaomi પહેલાથી Mi 11 Lite 4G અને Mi 11 Lite 5G ને ઘણી બજારોમાં વેચી રહ્યું છે. ત્યારબાદ હવે કંપનીએ વધુ એક ફોન માર્કેટમાં લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ જાણકારી એક પોપ્યુલર ટિપસ્ટર Kacper Skrzypek નો દાવો છે કે કંપની ભારતીય બજાર માટે વધુ એક Mi 11 Lite વર્ઝન પર કામ કરી રહી છે, જેને Mi 11 Lite NE કહેવામાં આવશે. ટિપસ્ટર અનુસાર NE વેરિએન્ટનું કોડનેમ 'લિસા છે' અને તેનો મોડલ નંબર 2109119DI છે. આ મોડલને પહેલા ભારતીય માનક બ્યૂરો (BIS) પાસેથી સર્ટિફિકેશન મળી ચુક્યુ છે.
Mi 11 Lite NE ના સંભાવિત સ્પેસિફિકેશન
Mi 11 Lite NE હેન્ડસેટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G ચિપસેટની સાથે આવી શકે છે. સંભાવના છે કે Mi 11 Lite NE, Mi 11 Lite 5G ની સમાન હાર્ડવેયરનો ઉપયોગ કરી શકે છે. હાલ Mi 11 લાઇટ NE વિશે આટલી જાણકારી મળી છે. હાલમાં રિપોર્ટ અનુસાર Xiaomi Mi 11 Lite 4G ને બંધ કરી રહ્યું છે અને Mi 11 લાઇટ NE (નવા યુગ)ને રજૂ કરી રહ્યું છે. પરંતુ લાઇટ NE ફોનમાં ફીચર્સ Mi 11 લાઇટ 5G જેવા હોઈ શકે છે.
Jio નો સૌથી સસ્તો 3GB ડેટાવાળો પ્લાન, 1 જીબીની કિંમત માત્ર 3.19 રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube