21 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થશે Xiaomi Mi A3, આ છે ખાસ ફીચર
Android One પર ચાલનાર Xiaomi Mi A3 ભારમતાં લોન્ચ થશે. કંપનીએ જાહેરાત કરી કે ભારમતાં 21 ઓગસ્ટે રજૂ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ Xiaomi ભારતમાં એક નવા સ્માર્ટફોનને લોન્ચ કરવા માટે તૈયાર છે. 21 ઓગસ્ટે કંપનીએ દિલ્હીમાં એક લોન્ચ ઈવેન્ટનું આયોજન કર્યું છે. આ દરમિયાન કંપની Mi A3 લોન્ચ કરશે. કંપનીએ મીડિયાને આમંત્રણ મોકલવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોન પહેલા લોન્ચ થઈ ચુક્યો છે, પરંતુ ભારતમાં હવે આવી રહ્યો છે.
Xiaomi ઈન્ડિયા હેડ મનુ કુમાર જૈને એક ટ્વીટમાં કહ્યું કે, 'અમે 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે 48 મેગાપિક્સલનો Android One લોન્ચ કરીશું.' હાલમાં તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ હંમેશાની જેમ આ વખતે લોન્ચ પહેલા તે જણાવવામાં આવ્યું નથી કે ક્યો ફોન હશે.
Xiaomi Mi A1, Mi A2 ખુબ પોપ્યુલર છે અને હવે Mi A3 આવી રહ્યો છે. તેમાં Android One પ્લેટફોર્મ આપવામાં આવશે. એટલે કે આ ફોનમાં
Xiaomiનું MIUI નહીં મળે અને સ્ટોક એન્ડ્રોઇડ યૂઝ કરી શકાશે. આ સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે અને તેમાંથી એક 48 મેગાપિક્સલનો સેન્સર છે.
Xiaomi Mi A3ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં Android 9 Pie આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 665 પર ચાલે છે અને તેની ડિસ્પ્લે 6.08 ઇંચની એચડી પ્લસ છે. આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ છે.
ફોટોગ્રાફી માટે Mi A3માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. એક લેન્સ 48 મેગાપિક્સલનો છે, બીજો 8 મેગાપિક્સલ અને ત્રીજો 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સિંગ કેમેરા છે. સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.