શાઓમીના MI Band 4 તસ્વીર ઓનલાઇન લીક, આટલી હશે કિંમત
લીક તસ્વીરોથી તેની ખાતરી થાય છે કે આગામી પેઢીના ફિટનેસ બેન્ડમાં મોનોક્રોમ સ્ક્રીન્સની જગ્યા પર કલર ડિસ્પ્લે હશે.
નવી દિલ્હીઃ શાઓમી MI Band 4ની અસલી તસ્વીરો ચીનના ટ્વીટર વેઈબો પર દેખાઈ ગઈ છે. આ તસ્વીરોથી સમર્થન મળે છે કે આગામી પેઢીના ફિટનેસ બેન્ડમાં મોનોક્રોમ સ્ક્રીન્સની જગ્યા પર કલર ડિસ્પ્લે હશે. જે બ્લોગરે આ તસ્વીરો નાખી છે, તેણે ખુલાસો કર્યો છે કે શાઓમી MI Band 4નો આકાર પાછળની પેઢીના બેન્ડ જેવી હશે નહીં અને આ પર્સનલ આસિસ્ટન્ટ શાઓમી એઆઈને સ્પોર્ટ કરશે. આગામી પેઢીની ફિટનેસ બેન્ડ બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટીને સપોર્ટ કરશે. જાણવા મળ્યું છે કે આ બેન્ડમાં ફોટોપ્લેથિસ્મોગ્રાફી (પીપીજી) સેન્સર હશે, જે લોહીના દબાણનું સ્તર જણાવશે.
શાઓમી બેન્ડ 4ની બેટરીની ક્ષમતા 100 એમએએચથી વધારીને 135 એમએએચની કરવામાં આવી છે. તેની ચાર્જિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને સીધા ચાર્જરમાં રાખી શકાય છે. પરંતુ હજુ તેની ખાતરી થઈ નથી કે મી બેન્ડ 4ને બજારમાં ક્યારે ઉતારી શકાશે. એવી અટકળો છે કે તેની કિંમત એનએફસી મોડલની 72 ડોલર તથા સ્ટાન્ડર્ટ વર્ઝનની આશરે 28થી 43 ડોલર હોઈ શકે છે.