108 MP કેમેરા સાથે Xiaomi MI CC9 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi એ Mi CC9 Pro લોન્ચ કરી દીધો છે. તેના માટે કંપનીએ ચીનમાં એક ઇવેન્ટ આયોજિત કરી હતી. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલો 108 મેગાપિક્સલનો કેમેરા સેન્સર છે. આ સ્માર્ટફોનમાં ટોટલ પાંચ આપવામાં આવ્યા છે. ચાર રિયલ કેમેરા અને એક સેલ્ફી કેમેરા.
નવી દિલ્હી: Xiaomi એ Mi CC9 Pro લોન્ચ કરી દીધો છે. તેના માટે કંપનીએ ચીનમાં એક ઇવેન્ટ આયોજિત કરી હતી. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલો 108 મેગાપિક્સલનો કેમેરા સેન્સર છે. આ સ્માર્ટફોનમાં ટોટલ પાંચ આપવામાં આવ્યા છે. ચાર રિયલ કેમેરા અને એક સેલ્ફી કેમેરા.
Xiaomi Mi CC9 Pro માં દુનિયાનું પ્રથમ અલ્ટ્રા-થિન ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
Mi CC9 Pro ને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બેસ મોડલમાં 6GB રેમ સાથે 128GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. બીજા વેરિએન્ટમાં 8GB રેમ સાથે 128GBની સ્ટોરેજ આપવામાં આવી છે, જ્યારે ત્રીજા વેરિએન્ટમાં 8GB રેમ સાથે 256GBની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. તેની શરૂઆત કિંમત 2799 યુઆન (લગભગ 28,000 રૂપિયા)થી છે. ટોપ મોડલની કિંમત 3100 યુઆન (લગભગ 35,000 રૂપિયા) છે.
માત્ર 12 મિનિટમાં ચાર્જ થઇ શકે છે Rowwet ના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને બાઇક, મળશે આ ખાસ ફીચર
Mi CC9 Pro ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.47 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ડોટ નોચ આપવામાં આવી છે અને ઓછામાં ઓછા બેજલ્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 730G પ્રોસર પર કામ કરે છે. આ સ્માર્ટફોનની સાથે 6GB અને 8GB રેમ વેરિએન્ટનું ઓપ્શન છે.
32MP સેલ્ફી કેમેરા સાથે આવી શકે છે Samsung Galaxy A51, સામે આવી લીક્સ
ફોટોગ્રાફી માટે MI CC9 Pro માં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યો છે. પ્રાઇમરી કેમેરા 108 મેગાપિક્સલનો છે, 5 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ છે અને તેની સાથે 10X હાઇબ્રિડ ઝૂમ પણ આપવામાં આવ્યું છે. ડેપ્થ ઇફેક્ટ એટલે કે બોકે મોડ માટે તેમાં 12 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે અને 20 મેગાપિક્સનો એક અલ્ટ્રાવાઇડ લેન્સ પણ છે. માઇક્રો માટે 2 મેગાપિક્સલનું ડેડિકેટેડ સેન્સર છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ભારતમાં હાલ Mi CC9 Pro ની ઉપલબ્ધતા વિશે જણાવ્યું નથી. કંપની આ સ્માર્ટફોનને 6 નવેમ્બરના રોજ Mi Note 10 નામે ગ્લોબલ લોન્ચ કરી શકે છે.