નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી (Xiaomi) આજે ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન Mi MIX Alpha લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેનો 100 મેગાપિક્સલનો કેમેરો છે. આ સિવાય આ લોન્ચિંગ ઈવેન્ટમાં કંપની તરફથી Mi 9 Pro 5G સ્માર્ટફોન અને 8K Mi TV Proને પણ લોન્ચ કરવામાં આવશે. આ કંપનીનો બીજો 5g સ્માર્ટફોન હશે. આ પહેલા કંપનીએ Mi MIX 3 5Gને લોન્ચ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે જુઓ લોન્ચિંગ ઇવેન્ટ
ચીનમાં લોન્ચ થઈ રહેલા Mi MIX Alphaને તમે ઘરે બેસીને કંપનીના સત્તાવાર યૂટ્યૂબ એકાઉન્ટ પર જોઈ શકશો. 100 મેગાપિક્સલનો ફોન હોવાને કારણે આ મોબાઇલ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. ફોનના લોન્ચિંગ પહેલા તેના ફિચર્સ વિશે ઘણી જાણકારી બહાર આવી ગઈ છે. 


આ નવા ફોનની 100 ટકા સ્ક્રીન-ટૂ-બોડી રેશિયોની સાથે આવવાની આશા છે. જો આ ફોનમાં આ ફીચર આવે છે તો પ્રથમ એવો ફોન હશે જેમાં આ ફીચર હશે. આ સિવાય તે પણ આશા છે કે ફોનમાં સ્નેપડ્રેગન 855+ (Snapdragon 855+) ચિપસેટ હશે. 

લોકોની નજરથી બચાવો તમારી whatsapp Chat, ફિંગર પ્રિન્ટથી કરી શકશો Lock અને UnLock

Mi MIX Alpha મા Quad HD+ ડિસ્પ્લે આપવામાં આવશે, જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 12032 x 9024 પિક્સલ હોવાની આશા છે. ફોનમાં 12 જીબી રેમ હશે અને આ 1 TB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવશે. આ સિવાય બીજા ફોનમાં Mi 9 Proમા પાવર બેકઅપ માટે  4,000 mAhની બેટરી આપવામાં આવી છે.