નવી દિલ્હીઃ શાઓમી પોતાના સ્માર્ટ ટીવી લાઇનઅપને જલદી આગળ વધારશે. કંપની 28 જૂને પોતાનું નવુ સ્માર્ટ ટીવી  Mi TV 6 ચીનમાં લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલા કંપનીએ આ ટીવીની કેટલીક ખાસિયતો વિશે જણાવ્યું છે. કંપનીના ટીઝરથી ખ્યાલ આવે છે કે  Mi TV 6માં ડ્યુઅલ કેમેરો આપવામાં આવશે, એટલે કે આ પ્રકારના ફીચરવાળું પ્રથમ સ્માર્ટ ટીવી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

48 મેગાપિક્સલ હશે કેમેરો
કંપનીના નવા ટીઝરમાં દેખાડવામાં આવ્યું છે કે નવા શાઓમી સ્માર્ટ ટીવીમાં 48 મેગાપિક્સલનો ડબલ કેમેરો આપવામાં આવશે, જેને એક અલગ સેટઅપના રૂપમાં ટીવીની ઉપર લગાવેલો હશે. બન્ને કેમેરો વીડિયો કોલિંગ અને જેસ્ચર કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થશે. સેકેન્ડરી કેમેરો નવા ઇન્ટરેક્ટિવ મોડને સપોર્ટ કરશે, પરંતુ તેના ઉપયોગ વિશે હજુ જાણકારી નથી. 


આ પણ વાંચોઃ નવા WINDOWS 11માં મળશે ટોપ 11 ન્યુ ફીચર્સ, જે તમારા વર્ક એક્સપીરિયંસને બનાવશે સરળ


શાનદાર સાઉન્ડ માટે 100W સ્પીકર્સ
કંપનીના ટીઝરથી ખ્યાલ આવે છે કે નવી શાઓમી સ્માર્ટ ટીવી 100W સ્પીકર્સની સાથે આવશે. આટલા પાવરફુલ સ્પીરક્સની સાથે આવનાર આ કંપનીનું પ્રથમ ટીવી હશે. એટલે કે શાઓમીના નવા ટીવી સાથે તમારે વધારાના સ્પીકર્સની જરૂર હશે નહીં. જોવાની વાત તે રહેશે કે સ્લિમ ડિઝાઇન રાખતા શાઓમી આ સ્પીકર્સને કઈ રીતે ફિટ કરશે. 


આ સિવાય Mi TV 6 માં વાઈ-ફાઈ 6, spatial audio ની સાથે 4.2.2 સરાઉન્ડ સાઉન્ડ, બે HDMI  2.1 પોર્ટ, સ્મૂથ ગેમપ્લે માટે AMD ફ્રીસિંગ પ્રીમિયમ ગેમ ડિસ્પ્લે સર્ટિફિકેશન, QLED ક્વાન્ટ ડોટ ટેકનીક અને અન્ય ઘણા ફીચર્સ મળવાની આશા છે. ટીવીની એક Extreme Edition પણ લાવવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube