નવી દિલ્હી: Xiaomi ટૂંક સમયમાં રેડમીના સૌથી એડવાન્સ Redmi 7 ને લોંચ કરવા જઇ રહી છે. આ ફોન રેડમી 6નું અપડેટેડ વર્જન છે. આ પહેલાં કંપની રેડમી 6 પ્રોને લોંચ કરી ચૂકી છે. એટલા માટે નવા સ્માર્ટફોનનું નામ રેડમી 7 અથવા રેડમી 7 પ્રો હોઇ શકે છે. આ ફોનને ચીનની સર્ટિફિકેશન વેબસાઇટ ટીના (TENAA) પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. લિસ્ટિંગ બાદ આ ફોનના ઘણા સ્પેસિફિકેશન્સ લીક થઇ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફોન MIUI 10 એંડ્રોઇડ પર કામ કરશે. તેમાં ડુઅલ કેમેરા સેટઅપ હશે જેની ઇન્ટરનલ મેમરી 128 જીબી થશે. ફોનમાં 2.3 ગીગાહર્ટઝવાળું ઓક્ટા-કોર ચિપસેટ હશે. કંપની આ ફોનને 11 અલગ-અલગ કલરમાં લોંચ કરવાની તૈયારી કરી રહી છે. આ એક અલગ પ્રકારનો રેકોર્ડ હશે. લિસ્ટિંગ અનુસાર મોબાઇલને સિલ્વર, બ્લેક, વાઇટ, બ્લૂ, રેડ, યલો, પિંક, ગ્રીન, પર્પલ અને ગ્રે કલરમાં લોંચ કરવામાં આવી શકે છે. આ પહેલાં આઇફોન XR ને 6 કલરમાં લોંચ કરવામાં આવ્યો હતો. 

ભુલી જાઓ 'Wi-Fi', આવી ગઈ છે 'Li-Fi' : જે બદલી નાખશે તમારી ઈન્ટરનેટની દુનિયા


સ્પેસિફિકેશન્સ
આ ડુઅલ સિમ સ્માર્ટફોન હશે જે એંડ્રોઇડ 8.1 ઓરિયા ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સ્ક્રીન 5.84 ઇંચ ફૂડ એચડી હશે જેનું રિઝોલ્યૂવેશન 1080x2280 પિક્સલ હશે. આસ્પેક્ટ રેશિયો 19:9 હશે. 

Xiaomi એ ઘટાડી આ નવા સ્માર્ટફોનની કિંમત, જાણો હવે કેટલામાં મળશે


કેમેરો અને બેટરી
તેના ત્રન વેરિએન્ટ બજારમાં ઉતારવામાં આવશે જેની રેમ 3 જીબી, 4 જીબી અને 6 જીબી હશે. આ ઉપરાંત ફોનમાં વોટરડ્રોપ નોચ હોઇ શકે છે. Xiaomi નો આ પહેલો ફોન હશે, જેમાં આ પ્રકારની નોચ લગાવવામાં આવી હશે. રિયર કેમેરામાં પ્રાઇમરી સેંસર 12 મેગાપિક્સલ અને સેલ્ફી કેમેરામાં સેંસર 8 મેગાપિક્સલ હશે. ફોનની બેટરી 2900 mAh હશે. 

જો તમારે 5G નેટવર્કવાળો iPhone ખરીદવો છે તો બસ આટલી રાહ જુઓ


24 ડિસેમ્બરના રોજ બીજિંગમાં એક ઇવેંટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કંપની ગેમિંગ સ્માર્ટફોન લોંચ કરી શકે છે. એવી સંભાવના છે કે આ ઇવેંટમાં રેડમી 7 સીરીઝને પણ લોંચ કરવામાં આવશે.