નવી દિલ્હીઃ શાઓમીએ ભારતીય બજારમાં રેડમી સિરીઝનો પ્રથમ 5જી ફોન Redmi Note 10T 5G લોન્ચ કરી દીધો છે. આ ભારતના સૌથી સસ્તા 5જી ફોનમાંથી એક છે. ફોનની કિંમત 14 હજારથી પણ ઓછી છે. પરંતુ કંપનીએ હાલ ઇન્ટ્રોડક્ટરી પ્રાઇઝની જાહેરાત કરી છે, જે બાદમાં વધી શકે છે. તેમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, મીડિયાડેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર અને 5000mAh ની બેટરી, જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ફોનની કિંમત અને ઓફર્સ
રેડમી નોટ 10ટી 5જીને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 4જીબી રેમ+ 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6જીબી રેમ+ 128 જીબી સ્ટોરેજની કિંમત 15999 રૂપિયા રાખી છે. મહત્વનું છે કે આ કિંમત પર  Poco M3 Pro 5G ફોન પણ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ઓફરની વાત કરીએ તો ગ્રાહકોને HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફોનનું વેચાણ 26 જુલાઈએ એમેઝોન ઈન્ડિયા અને શાઓમીની વેબસાઇટ પર કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Jio નો સૌથી સસ્તો 3GB ડેટાવાળો પ્લાન, 1 જીબીની કિંમત માત્ર 3.19 રૂપિયા


Redmi Note 10T 5G ના ફીચર્સ
રેડમી નોટ 10 ટી 5જી સ્માર્ટફોનને ચાર કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ મેટેનિક બ્લૂ, મિન્ટ ગ્રિન, ક્રોમિયમ વ્હાઇટ અને ગ્રેફાઇટ બ્લેકમાં મળશે. ફોનમાં 6.5 ઇંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે ફુલએચડી+રિઝોલ્યૂશન અને  90Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. તેમાં 5જીવ સપોર્ટ કરનાર MediaTek Dimensity 700 પ્રોસેસર મળે છે. ફોનમાં 6 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીનું સ્ટોરેજ મળે છે. ફોનમાં આપવામાં આવેલી  5,000mAh ની બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. 


ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર મળે છે. કેમેરામાં Night Mode, SlowMo, Colour Focus, Pro colour જેવા મોડ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળે છે. આ ફોનમાં 3.5mm હેડફોન જેક, યૂએસબી ટાઇપ-સી પોર્ટ અને ડ્યુઅલ સિમ સપોર્ટની સાથે આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube