નવી દિલ્હી: 48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયેલા શાઓમી (Xiaomi)ના બજેટ સ્માર્ટફોનનો પ્રથમ સેલ 13 માર્ચ (બુધવારે) થશે. જો તમે પણ આ ફોન ખરીદવા માંગો છો તો આજે બપોરે 12 વાગે Mi.com, અને ફ્લિપકાર્ટ અને એમઆઇ સ્ટોર પરથી લઇ શકો છો. થોડા દિવસો પહેલાં કંપની Redmi Note 7 Pro ના બે વેરિએન્ટ લોન્ચ કર્યા હતા. તેની લોન્ચિંગ બાદ ઘણા લોકો તેના સેલની રાહ જોઇ રહ્યા હતા. શાઓમી સ્માર્ટફોનને 4 GB અને 6 GB રેમવાળા બે ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન્ચ થયો Realme 3 સ્માર્ટફોન, આ રીતે મેળવી શકો છો મફતમાં, જાણો શું કરવું પડશે


બે વેરિએન્ટમાં લોન્ચ થયો ફોન
ફોનના 4 GB રેમની સાથે 64 GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે અને તેની કિંમત 13,999 રૂપિયા છે. તો બીજી તરફ 6 GB વાળા બીજા વેરિએન્ટમાં 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે અને તેની કિંમત 16,999 રૂપિયા છે. ડ્યુઅલ રિયલ કેમેરા સેટઅપવાળા આ ફોનમાં વોટરડ્રોપ સ્ટાઇલ ડિસ્પ્લે નોચ આપવામાં આવી છે. ફોનમાં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે Redmi Note 7 નો સેલ થશે. તેને બીજી વાર સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક અઠવાડિયા પહેલાં રેડમી નોટ 7નો પહેલો સેલ આયોજિત કરવામાં આવ્યો હતો. 
Amazon માં ફક્ત 4 કલાક કામ કરીને દર મહિને કમાઇ શકો છો 60,000 રૂપિયા, વાંચો કેવી રીતે

સ્માર્ટફોનની લોન્ચ ઓફર
રેડમી નોટ 7 પ્રો (Redmi Note 7 Pro) ખરીદવા માટે એરટેલ દ્વારા 'ડબલ ડેટા' ઓફર આપવામાં આવી રહી છે. એરટેલ દ્વારા સિલેક્ટેડ પ્રી-પેડ રિચાર્જ પર 100 ટકા વધુ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. એરટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે નોટ 7 પ્રો ગ્રાહકોને 1120 GB સુધી 4G ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો મળશે. આ ઉપરાંત જિયો પ્રાઇમ યૂજર્સને ડબલ ડેટાનો ફાયદો આપવા માટે શાઓમીએ રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરી છે. શાઓમીનો નવો સ્માર્ટફોન નેપ્ચૂન બ્લૂ, નેબુલા રેડ અને સ્પેસ બ્લેક કલરમાં ઉપલબ્ધ હશે. 

Redmi Note 7 Pro ના સ્પેશિફિકેશન
રેડમી નોટ 7 માં 6.3 ઇંચની ફૂલ એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. નવો સ્માર્ટફોન બિલકુલ નવી 'Aura Design' ની સાથે આવ્યો છે. ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 675 ઓક્ટા-કોર પ્રોસેસર છે. ફોનનું સૌથી મોટું આકર્ષક ફીચર તેમાં 48 મેગાપિકલનો કેમેરા છે. જેમાં Sony IMX586 ઇમેજ સેંસર લાગેલું છે. આ ઉપરાંત તેમાં 5MP ડેપ્થ સેંસર છે. સેલ્ફી માટે ફોનમાં 13 MP નો ફ્રંટ કેમેરા છે. ફોનમાં 4,000 mAh ની દમદાર બેટરી છે.