નવી દિલ્હીઃ Xiaomi એ પ્રોડક્ટસની રેન્જને વધારતા પોતાના પ્રથમ Smart Glasses ને લોન્ચ કરી દીધા છે. શાઓમીએ સ્માર્ટ ગ્લાસને અચાનક લોન્ચ કર્યા છે અને તેના વિશે પહેલાથી કોઈ જાણકારી નહતી. શાઓમી સ્માર્ટ ગ્લાસ હજુ ચીનમાં લોન્ચ થયા છે. માઇક્રો એલઈડી ઓપ્ટિકલ વેવગાઇડ ટેક્નોલોજીથી લેસ આ સ્માર્ટ ગ્લાસ ફોન કોલ અને નેવિગેશન જેવા ઘણા શાનદાર ફીચર્સ સાથે આવે છે. કંપનીએ હજુ સુધી તેની કિંમતનો ખુલાસો કર્યો નથી. ભારત સહિત વિશ્વના બાકી દેશોમાં તેની એન્ટ્રી ક્યારે થશે, તે વિશે હજુ કંઈ કહી શકાય નહીં. હાલ સામે આવેલી ડીટેલમાં શાઓમી સ્માર્ટ ગ્લાસના ફીચર અને ફંક્શન્સ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળે છે કમાલના ફંક્શન
શાઓમીના સ્માર્ટ ગ્લાસમાં બેસિક નોટિફિકેશન અને કોલ ડિસ્પ્લે સિવાય ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં તમને ફોટોગ્રાફી, નેવિગેશન, ટેલિપ્રોમ્પ્ટર સિવાય રિયલ ટાઇમ ટેક્સ્ટ અને ફોટો ટ્રાન્સલેશનનું પણ ફીચર મળે છે. ફોટો ક્લિક કરવા અને રિયલ ટાઇમમાં ટેક્સ્ટ ટ્રાન્સલેટ કરવા માટે આ સ્માર્ટગ્લાસમાં 5 મેગાપિક્સલનો કેમેરો લાગેલો છે. 


સ્માર્ટ ગ્લાસમાં આપવામાં આવેલા જરૂરી નોટિફિકેશન, ફોન કોલ, નેવિગેશન અને ફોટો ગ્રાન્સલેશનને Xiaomi AI આસિસ્ટન્ટ દ્વારા એક્સેસ કરી શકાય છે. શાઓમીના સ્માર્ટ ગ્લાસમાં કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ અને બ્લૂટૂથનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ગ્લાસ એન્ડ્રોયડ ઓએસ પર કામ કરે છે અને તેમાં કંપની ટચપેડ પણ ઓફર કરી રહી છે. 


હવે કોઈ એપની જરૂર નહીં, Gmail થી કરી શકશો કોલિંગ અને ચેટિંગ જેવા કામ


ચોખાના દાણા બરાબર છે ડિસ્પ્લે ચિપસેટ
શાઓમીનો દાવો છે કે આ ગ્લાસની ડિસ્પ્લેમાં ચોખાના દાણાની બરાબરની ડિસ્પ્લે ચિપ આપવામાં આવી છે. ગ્લાસની ડિસ્પ્લે મોનોક્રોમ છે અને તેની પીક બ્રાઇટનેસ આશરે 20 લાખ નિટ્સ સુધી છે. ગ્લાસમાં ઉપયોગ થયેલ ઓપ્ટિકલ વેવગાઇડ ટેક્નોલોજી ઓપ્ટિકલ વેવગાઇડ લેન્સના માઇક્રોસ્કોપિક ગ્રેટિંગ સ્ટ્રક્ચરથી યૂઝરની આંખોમાં લાઇટ બીમ ટ્રાન્સમિટ કરે છે. શાઓમીએ જણાવ્યું કે લેન્સમાં અંદરની તરફ પણ ગ્રેટિંગ સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે, જે સુરક્ષિત રીતે લાઇટને આંખુ સુધી પહોંચાડી છે જેથી યૂઝરને ઇમેજ જોવા મળે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube