ઝી બ્યૂરો, અમદાવાદઃ ડિજિટલ બનતી જતી દુનિયામાં દિગ્ગજ કંપનીઓ રોજ નવી ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરે છે. હજુ તો આજે આપણે સ્માર્ટફોન ખરીદ્યો હોય ત્યાં બીજા જ દિવસે તેના કરતા વધુ ફિચર્સ સાથે વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે છે. તેવામાં સ્માર્ટફોન બનાવતી કંપની XIAOMI પોતાનો MI 11 ULTRA ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરશે. આ ફોનને ચીનમાં તો લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ ફોન 23 એપ્રિલના ભારતમાં લોન્ચ કરવામાં આવશે. XIAOMI ઈન્ડિયા અને ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ મનુ કુમાર જૈને આ અંગે માહિતી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

XIAOMIએ પોતાની 11 સિરીઝ લોન્ચ કરી છે. જે અંતર્ગત MI 11 ULTRA ફ્લેગશિપ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની ખાસિયત એ છે કે રિયર કેમેરા પાસે પણ એક ડિસ્પ્લે આપવામાં આવી છે. XIAOMI ઈન્ડિયાના મેનેડિંગ ડિરેક્ટર મનુકુમાર જૈને ટ્વીટ કરી જણાવ્યું કે MI 11 ULTRA અત્યાર સુધીનો સૌથી પ્રીમિયમ અને બેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. તેમણે ફોનમાં દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કેમેરા વિશે પણ વાત કરી છે.


ભારતમાં આ સ્માર્ટફોનના લોન્ચ પહેલા એક ટીઝર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં 23 એપ્રિલ સાથે ફોનની તસ્વીર દર્શાઈ રહી છે. ચીનમાં આ ફોન લોન્ચ થતા તેના સ્પેસિફિકેશન સામે આવ્યા છે. MI 11 ULTRAમાં 6.81 ઈંચની ક્વોડ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ આ સ્માર્ટફોનમાં QUALCOMM SNAPDRAGON 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે.


આ સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. એક લેન્સ 50 મેગાપિક્સલનો છે, બીજો 48 મેગાપિક્સલનો છે અને ત્રીજો પણ 48 મેગાપિક્સલનો છે. આ ફોનના રિયરમાં એક સેકેન્ડરી સ્ક્રિન પણ આપવામાં આવી છે. સેકેન્ડરી સ્ક્રિન પર નોટિફિકેશન જોઈ શકાશે અને કેમેરા મિરરિંગ માટે પણ તેનો ઉપયોગ કરી શકાશે. આ ફોન IP68 એટલે કે વોટરપ્રુફ અને ડસ્ટ રેસિસ્ટન્ટ સાથે મળશે. ફોનમાં 5000 mAHની બેટરી આપવામાં આવી છે. સાથે જ 67 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 5G સપોર્ટ મળશે.