Xiaomi એ અનવીલ કરી પ્રથમ ઈલેક્ટ્રિક કાર SU7,જાણો કેટલી મળશે રેન્જ અને ટોપ સ્પીડ
Xiaomi Unveiled First Electric Car: કંપનીએ આજે 28 ડિસેમ્બર 2023ના પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કારને અનવીલ કરી દીધી છે. તે લુક અને ડિઝાઇનમાં Porsche કાર જેવી લાગે છે. પરંતુ કંપનીએ આ કારમાં ટોપ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ આપ્યા છે.
નવી દિલ્હીઃ Xiaomi Unveiled First Electric Car: ચીનની સ્માર્ટફોન બનાવતી દિગ્ગજ કંપની Xiaomi એ દુનિયામાં પ્રથમવાર પોતાની ઈલેક્ટ્રિક કાર રજૂ કરી છે. કંપનીએ 28 ડિસેમ્બર 2023ના પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કારને અનવીલ કરી દીધી છે. આ કારનો લુક અને ડિઝાઇન કેટલીક હદ સુધી Porsche ની કાર જેવો લાગે છે. પરંતુ કંપનીએ આ કારમાં ટોપ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ આપ્યા છે. કંપનીએ ગ્લોબલ સ્તર પર પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર SU7 ને અનવીલ કરી દીધી છે. કંપનીના ચેરમેન અને સીઈઓ lei Jun એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા આ કારના ફોટો અને ફીચર્સની જાણકારી આપી છે.
Xiaomi Electric Car SU7: કેવી છે ડિઝાઇન
કંપનીએ બે કારને ગ્લોબલ સ્તર પર અનવીલ કરી છે. કંપનીએ SU7 અને SU7 Max ને અનવીલ કરી છે. કંપનીએ ત્રણ કલર વેરિએન્ટમાં આ કારને અનવીલ કરી છે. SU નું ફુલ ફોર્મ Speed Ultra છે, એટલે કે કાર અલ્ટીમેટ સ્પીડનો અનુભવ આપશે.
Xiaomi SU7 એક 4-ડોર સેડાન કાર છે, જે 4997 એમએમ લાંબી, 1963 એમએમ પહોળી અને 1455 એમએમ ઊંચી છે. આ કારનો વ્હીલબેસ 3000 એમએમ છે. કંપનીએ બે બેટરી વેરિએન્ટની સાથે આ કારને અનવીલ કરી છે.
Jio એ વધારી Airtel-VI ની ચિંતા! 148 રૂપિયામાં મહિનાભર મળશે 12 OTT Subscription
કારમાં મળશે સેલ્ફ પાર્કિંગ જેવા ફીચર્સ
કંપનીનું કહેવું છે કે આ કારમાં ઓટોનોમસ ડ્રાઇવિંગ એટલે કે સેલ્ફ પાર્કિંગ જેવા ફીચર મળે છે. લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન કંપનીએ સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્નોલોજી વિશે જાણકારી આપી હતી. આ કાર હાઈ રેઝોલ્યૂશન કેમેરા, લાઇડર, અલ્ટ્રાસોનિક અને રડારની સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube