નવી દિલ્હી: મેના અંતમાં શાઓમી (Xiaomi) એ ચીનના બજારમાં Redmi K20 અને Redmi K20 Pro ને લોન્ચ કર્યો હતો. હવે આ ફોનને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. શાઓમી ઇન્ડીયાના મેનેજિંગ ડાયરેક્ટર અને કંપનીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેંટ મનુ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે બંને સ્માર્ટફોન 6 અઠવાડિયામાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. એવામાં એ નક્કી છે કે 15 જુલાઇ પહેલાં ભારતમાં આ બંને સ્માર્ટફોન પરથી પડદો ઉઠી જશે. હાલ તેની કિંમતને લઇને કોઇપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી. Redmi K20 માં સ્નૈપડ્રૈગન 730 પ્રોસેસર અને Redmi K20 Pro માં સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર લાગેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi K20 Pro
તેના 4  વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 6GB+64GB વેરિએન્ટની કિંમત 25,200 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિંમત 28,200 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 30200 રૂપિયા છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Redmi K20 Pro માં 6.39 ઇંચની ફૂલ એચડી AMOLED ડિસ્પ્લે છે. તેમાં 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા લાગેલો છે. 48MP+13MP+8MP નો ટ્રિપલ રિયર કેમેરા લાગેલો છો. તેની બેટરી 400mAh ની છે.



Redmi K20
તેના બે વેરિએન્ટ છે. શરૂઆતી 6GB+64GB વેરિએન્ટની કિંમત 20000 રૂપિયા અને 6GB+128GB વેરિએન્ટની કિંમત 21000 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે Redmi K20 Pro ને ભારતમાં Poco F2 ના નામથી લોન્ચ કરવામાં આવશે. તેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 730 પ્રોસેસર લાગેલું છે. રિયર કેમેરા 48 મેગાપિક્સલ છે. 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા છે. બેટરી 4000mAh ની છે.